વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે નવરાત્રિ દરમિયાન 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે હશે. નવરાત્રીના શુભ અવસર પર તેઓ અમદાવાદના લોકોને મેટ્રો રેલ સેવા રજૂ કરશે. મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે. જેને તે ફ્લેગ ઓફ કરશે.
મળતી માહિતી મુજબ અમદાવાદ મેટ્રોમા મીનીમમ ભાડુ 5 રૂપિયા રહેશે જેમા પહેલા 2.5 કિમી સુધી ભાડુ 5 રૂ. અને ત્યારબાદ 7.5 કિમી સુધી 10રૂ.. આ સાથે વસ્ત્રાલથી થલતેજ સુધી મહતમ ભાડુ 25 રૂપિયા રહેશે. આ સિવાય તેમની પાસે મેટ્રો સ્માર્ટ કાર્ડ હશે તેઓને ભાડમા 10% ડિસ્કાઉંટ પણ આપવામા આવશે. અમદાવાદ મેટ્રો થલતેજથી વસ્ત્રાલ સુધી પહોચતા 40 મિનિટ અને થલતેજથી કાલુપુર પહોચતા 20 મિનિટ સમય લેશે.

અમદાવાદ મેટ્રોના ફેઝ-1માં 32 સ્ટેશન છે. પૂર્વથી પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે. થલતેજ ગામ અને વસ્ત્રાલ એપ્રિલ પાર્ક વચ્ચે 17 સ્ટેશન છે. મેટ્રોનો આ રૂટ અમદાવાદના એક છેડાને બીજા છેડે જોડે છે. મેટ્રો ટ્રેન અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદી ઉપરથી પસાર થશે. 2017માં વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીએ તેનો પાયો નાખ્યો હતો.

નવરાત્રિમાં મળેલી આ ભેટથી અમદાવાદના લોકોને મોટી રાહત મળશે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં મેટ્રો શરૂ થવાથી લોકોની મુસાફરી ઘણી સરળ બનશે. પ્રથમ તબક્કા બાદ ઉત્તરથી દક્ષિણને જોડતો કોરિડોર પણ શરૂ થશે. ઉત્તર-દક્ષિણ કનેક્ટિંગ કોરિડોર 18.87 કિમીનો છે. વાસણા એપીએમસીથી મોટેરા ગામ સુધીની આ મેટ્રો સેવામાં 15 સ્ટેશન આવશે. થલતેજથી વસ્ત્રાલ ગામ કોરિડોર પર મેટ્રો ટ્રેનના ઉદ્ઘાટનની સાથે સાથે વડાપ્રધાન મોદી પણ તેમાં મુસાફરી કરી શકે છે.