ગુજરાતમાં સી પ્લેન ઉડે તે પીએમ મોદીનું સપનું હતું. જે આખરે સાકાર થયું હતું. ૩૧ ઓક્ટોબરે એક્તા દિવસ પર તેઓએ સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેનનું ઉદઘાટન કર્યું હતું. પરંતુ મેઈન્ટેન્સ માટે એપ્રિલ મહિનામાં માલદીવ્સ ગયેલું સી પ્લેન હજી સુધી પરત ફર્યુ નથી. જાેકે, સ્પાઈસ જેટ એરલાઈન્સે પોતાનો હાથ પાછોં ખેંચી લેતા હાલ આ સેવા ૮ મહિનાથી બંધ પડી છે. ગત ૩૧ ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સી પ્લેનનુ ઉદઘાટન કરાયું હતું. ગુજરાતમાં સી પ્લેન ઉડે તે પીએમ મોદીનુ સપનુ હતું.
જે આખરે સાકાર થયું હતું. ૩૧ ઓક્ટોબરે એક્તા દિવસ પર તેઓએ સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેનનુ ઉદઘાટન કર્યું હતું. પરંતુ એક મહિનાના ગાળામાં જ સી પ્લેન બંધ થયું છે. સી પ્લેનને મેઈનટેનન્સ માટે માલદીવ્સ લઈ જવાયું હતું. તેના બાદ લગભગ દર મહિને મેઈન્ટેનન્સ માટે માલદીવ્સ મોકલવામાં આવતુ હતું. છેલ્લે ૯ એપ્રિલના રોજ સી પ્લેન માલદીવ્સ મોકલાયુ હતું. ત્યારથી સી પ્લેન ગુજરાત પરત આવ્યુ નથી. જાેકે, આ પ્લેન ક્યારે આવશે તેની પણ હજી સુધી જાહેરાત કરાઈ નથી.
સાત મહિના બાદ પણ માલદીવ્સ ગયેલુ સી પ્લેન હજી સુધી ગુજરાત લાવવામાં આવ્યુ નથી. તેને લગભગ ૮ મહિના જેટલા દિવસો વીતી ગયા છે. કોરોનાની બીજી લહેરમાં સી પ્લેન સેવા સ્થગિત કરાઈ હતી. પરંતુ કોરોનાના કેસ ઓછા થતા ગુજરાતના તમામ પ્રવાસન સ્થળો ખુલ્લા કરી દેવાયા છે. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ખુલ્લુ છે, જ્યાં આ સી પ્લેન સેવા શરૂ કરાઈ છે. છતા હજી સુધી સી પ્લેન ગાયબ છે. ઉલ્લેખનીય છે કે, સ્પાઈસ જેટ દ્વારા આ સી પ્લેન સર્વિસ સંચાલિત છે. સ્પાઈસ જેટે સંચાલનમાં ખર્ચ વધુ પડતો હોવાના બહાના હેઠળ સર્વિસ બંધ કરી છે.
ત્યારે અમદાવાદમાં આ સેવા પુનઃ ક્યારે શરૂ થશે એ નક્કી નથી. જાેકે, પ્લેન ક્યારે પાછુ આવશે તે વિશે કોઈપણ બોલવા તૈયાર નથી. આખો પ્રોજેક્ટ હવે કેન્દ્ર સરકારને સોંપાઈ દેવાયો છે, રાજ્ય સરકાર પાસેથી આ પ્રોજેક્ટ લઈ લેવાયો છે. ત્યારે હવે કેન્દ્ર તરફથી સી પ્લેન ફરી શરૂ થાય તેવા પ્રયાસો થાય તેવુ દેખાઈ રહ્યુ છે. સી-પ્લેનના સંચાલન માટે નેશનલ અને ઈન્ટરનેશન કંપનીઓ પાસેથી ટેન્ડર મગાવ્યા છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી મહિનાઓમાં ફરી એકવાર રિવરફ્રન્ટથી કેવડિયાની સી-પ્લેન સેવા શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી-પ્લેનના સંચાલન માટે ટેન્ડર મંગાવ્યા છે. જેમાં કેટલીક કંપનીઓએ રસ દાખવ્યો છે. આ ટેન્ડર પ્રોસેસ પૂરી થઈ જાય તે બાદ સી પ્લેન ફરીથી ઉડશે.