અમદાવાદની લાઇફ સ્ટાઇલ વેલનેસ હોસ્પિટલનો આખા રાજ્યમાં દબદબો, ગુજરાતનું પ્રથમ નોન ઇન્વેસિવ હાર્ટ સેન્ટર બન્યું

Lok Patrika
By Lok Patrika
Share this Article

છેલ્લા દાયકામાં હૃદય સંબંધીત રોગો ભારત તથા સંપૂર્ણ વિશ્વમાં મૃત્યુના કારણોમાં સૌથી અગ્રેસર છે. મૃત્યુના બધા કારણોમાંથી સૌથી મોટું કારણ હૃદયના રોગો જવાબદાર છે. હૃદય રોગનું મુખ્ય કારણ હૃદયના સ્નાયુને લોહી પહોંચાડતી ધમનીની સંકડાશ છે.

હૃદયરોગ થવાના મુખ્ય કારણો

આ સંકડાશ ચરબી યુક્ત પદાર્થના હૃદયની ધમનીમાં જમા થવાની પ્રક્રિયાથી થાય છે. દર્દીમાં જોવા મળતાં લક્ષણો મુજબ હૃદયરોગને સ્ટેબલ એન્જાયના અને અનસ્ટેબલ એન્જાઇનામાં વિભાજીત કરવામાં આવે છે. હૃદય રોગોનો હુમલો એટલે કે હાર્ટ એટેક એક ઇમરજન્સી છે. હૃદયરોગ થવાના મુખ્ય કારણોમાં ડાયાબિટીસ, બ્લુડપ્રેશર, ધુમ્રપાન અને અને કોલસ્ટ્રોલનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત મેદસ્વીતા, બેઠાડુ જીવન, વારસાગત અને ખોરાક સંબંધીત પરિબળો પણ હૃદયરોગ માટે જોખમી પરિબળ તરીકે ઓળખવામાં આવે છે.
મોટાભાગના કિસ્સાઓમાં હૃદય રોગના દર્દીઓને ડોક્ટર્સ સ્ટેન્ટ કે બાયપાસ સર્જરી કરવાની સલાહ આપતા હોય છે, પણ હવે હૃદય રોગના દર્દીઓ માટે એક રાહતના સમાચાર છે. અમદાવાદના માણેકબાગ- શ્યામલ ક્રોસ રોડ પર આવેલી લાઇફ સ્ટાઇલ વેલનેસ હોસ્પિટલ દ્વારા હૃદયના રોગના દર્દીઓ જેમને મેજર ઓપરેશન શક્ય ના હોય એવા દર્દીઓને સ્ટેન્ટ કે બાયપાસ સર્જરી વગર માત્ર દવાઓ કે પછી દર્દીની લાઇફ સ્ટાઇલ ચેન્જ કરવાની અથવા ઇઈસીપી તેમજ ઇએસએમઆર ટ્રીટમેન્ટની સલાહ આપવામાં આવે છે.
આ ટ્રીટમેન્ટથી દર્દીઓના લક્ષણોમાં રાહત આપી શકાય છે. આ લાઇફ સ્ટાઇલ વેલનેસ હોસ્પિટલના એમડી ફિઝિશિયન ડૉ. સ્વપનિલ શાહ છેલ્લા પ વર્ષથી આ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. ડૉ. સ્વપનિલ શાહ ૪ વર્ષ યુ.એસ.એ.માં ૩થી ૪ અલગ-અલગ હોસ્પિટલમાં કામ કર્યુ છે અને નોન ઇનવેસિવ હાર્ટ પર તેમનો પ્રથમ પ્રેફરન્સ છે.
આ અંગે વાત લાઇફ સ્ટાઇલ વેલનેસ હોસ્પિટલના એમ.ડી. ડૉ. સ્વપનિલ શાહ કહે છે કે, ઇએસએમઆર ટ્રીટમેન્ટ એ શોકવેવ્સ ટ્રીટમેન્ટ છે,  જેમાં દર્દીને નવ દિવસની સારવાર આપવામાં આવે છે. આ સારવારને નેચરલ બાયપાસ હાર્ટ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. જેમાં હાર્ટની નાનામાં નાની નસો ખોલવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ દરમિયાન હોસ્પિટલમાં એડમીટ થવાની પણ જરૂર પડતી નથી, તેમજ કોઇપણ પ્રકારની આડઅસર પણ થતી નથી.
ઇએસએમઆર ટ્રીટમેન્ટ અત્યારે ટ્રાયલ બેઝમાં છે. ગુજરાતમાં આ પ્રકારની નોન ઇન્વેસિવ ટ્રીટમેન્ટ અત્યાર સુધીમાં કોઇ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી. અમદાવાદની લાઇફ સ્ટાઇલ વેલનેસ હોસ્પિટલ દ્વારા જ કરવામાં આવે છે. આના સિવાય લાઇફ સ્ટાઇલ વેલનેસમાં EESP સારવાર થાય છે કે જે પ્રેશરથી હાર્ટની નાની નસોને ખોલે છે.

લકવામાં પણ ફાયદાકારક રહે

આમ, અમદાવાદની લાઇફ સ્ટાઇલ વેલનેસ હોસ્પિટલ ગુજરાતનું પ્રથમ નોન ઇન્વેસિવ હાર્ટ સેન્ટર બન્યું છે. આ ટ્રીટમેન્ટને વર્ષ 2002માં હૃદય સંબંધિત કેટલીક પરિસ્થિતિઓ માટે યુએસએફડીએનું સમર્થન આપવામાં આવ્યું છે, જે એન્જીના ના લક્ષણો ઘટાડવામાં મદદ કરે છે. એટલું જ નહીં, આ ટ્રીટમેન્ટ ડાયાબિટીસ, બ્લડપ્રેશર, સીકેડી ( કોર્નીક કિડની રોગ) લકવામાં પણ ફાયદાકારક રહે છે.
ઇએસએમઆર ટ્રીટમેન્ટ વિશે વધુમાં વાત કરતા  ડૉ. સ્વપનિલ શાહે વધુમાં જણાવ્યું કે, ઇએસએમઆર ભારતમાં માત્ર ૬ થી ૮ જગ્યાઓ પર થાય છે. આ સારવાર ઘણી ઓછી જગ્યાએ થતી હોવાથી હજુ લોકોમાં એટલી બધી જાગૃતિ આવી નથી. અમારી હોસ્પિટલ દ્વારા લોકોમાં જાગૃતિ આવે એવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
ઘણા દર્દીઓ જેમાં બાયપાસ/ સ્ટેન્ટ શક્ય ના હોય ત્યા આ ટ્રીટમેન્ટ ફાયદાકારક સાબિત થાય છે. વળી, આ સારવાર પદ્ધતિથી કોઇ સર્જરી કરવી પડતી નથી અને દર્દી રોજિંદી દરેક ક્રિયા આરામથી કરી શકે છે. એટલું જ નહીં, દર્દીને હોસ્પિટલમાં પણ રહેવાની જરૂર પડતી નથી.
આ સારવાર પદ્ધિતિ અંગેની પ્રેરણા અને વિચાર અંગે વાત કરતા ડૉ. સ્વપનિલ શાહે કહ્યું કે, અત્યારે ઘણા એવા દર્દીઓ છે કે જેમનું ડાયાબિટસ, કીડની બિમારી, ઉંમર કે બીજા કારણોના લીધે બાયપાસ કે સ્ટેન્ટ શક્ય ના હોય ત્યા આવો અલ્ટરનેટિવ ઓપ્શન હોવો જોઇએ કે, જેનાથી દર્દીઓનું જીવન સારું રહી શકે અને કોઇપણ આડઅસર પણ ન થાય એ અનુરૂપ આ ટ્રીટમેન્ટની શરૂઆત કરી છે. જેમ કે કોઇ દર્દીઓમાં 15 થી 20 ટકા પંપિગ ઓછું હોય તો તેમને બાયપાસ કરાવવું હોય તો પણ થઇ શકે નહી.
આવા કિસ્સામાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે અને એમાં 60 થી 70 લાખનો ખર્ચ આવી જાય છે. એટલું જ નહી, ડોનર મળવા પણ મુશ્કેલ હોય છે.  આવા કિસ્સામાં એમની ક્વોલિટી ઓફ લાઇફ સુધરે, હાર્ટનું પંપિગ વધી જય એ વિચાર સાથે આ ટ્રીટમેન્ટની શરૂઆત કરી છે. હાલમાં યુ.એસ.એ,  લંડન અને આફ્રિકાથી અહીં ટ્રીટમેન્ટ લેવા દર્દીઓ આવી રહ્યા છે.
 કરેઝ ટ્રાયેલમાં ૪૪૦૦ દર્દીઓ પર રિચર્સ કરવામાં આવ્યું હતું. દર્દીઓની એન્જિયોગ્રાફી એટલે કે હાર્ટની નળીઓની તપાસ કરવામાં આવી હતી અને તારણ મળ્યું કે અમુક દર્દીઓની હાર્ટની નળીઓ બ્લોકેજ છે. એટલે ૪૪૦૦માંથી ૨૨૦૦ દર્દીઓને સ્ટેન્ડ મૂકવામાં આવ્યા અને ૨૨૦૦ દર્દીઓને સ્ટેન્ટ મુકવામાં આવ્યા નહીં, પણ તેમને એવું કહેવામાં આવ્યું કે તેમને પણ સ્ટેન્ડ મૂકેલા છે. કેમ કે આ એક રિચર્સ હતું.
અંદાજે ૧૦ થી ૧૨ વર્ષ આ રિસર્ચ ચાલ્યુ, જેમાં એવું તારણ મળ્યુ કે, સ્ટેન્ટ મુકેલા દર્દીઓ અને નહીં મુકેલા દર્દીઓના જીવનના વર્ષો સરખા રહ્યા હતા. એટલે બ્લોકેજ આવ્યા બાદ સ્ટેન્ટ મુકવાથી જીવન બચે છે એ આ ટ્રાયલમાં ખોટું સાબિત થયું. આ આખી વાત સ્ટેબલ દર્દીની છે, પણ ઇમરજન્સી મુકવામાં આવતા સ્ટેન્ટ એ અવશ્ય જીવન બચાવે છે.
આ ઉપરાંત અન્ય વધુ એક ટ્રીટમેન્ટ ઇઇસીપી અંગે વાત કરતા ડૉ. સ્વપનિલ શાહે કહ્યું કે, ઇઇસીપી એ નોન ઇનવેસિવ પ્રક્રિયા છે. જેમાં ઇનફલેટેબલ કફ્સ (બ્લડપ્રેશર કફ જેવું છે)નો સમૂહ આંતરિક રીતે તમારા નીચેના અંગોમાં રક્તવાહિનીઓને સંકોચિત કરે છે. આ હૃદયમાં લોહીનો પ્રવાહ અને ઓક્સિજન સપ્લાય કરે છે, જેથી છાતીમાં દુખાવો ઓછો થાય છે. ધીમે ધીમે બ્લોકેજ ખૂલે અને વધારાની શાખાઓ બની જાય છે.
એટલે આ ટ્રીટમેન્ટને નેચરલ બાયપાસ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે.  નોન ઈવેસિવ ઇઇસીપી દ્વારા દર્દીના શરીરમાં કોઈપણ પ્રકારની સોય લગાવવાની જરૂર પડતી નથી એટલે આ પીડા રહીત ટ્રીટમેન્ટ છે. આ ટ્રીટમેન્ટમાં દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર રહેતી નથી, જેથી તમે તમારી દૈનિક ક્રિયાઓ કરી શકો છો. હાર્ટની દવાનો ડોઝ ઓછો થાય છે.

નસો આ ટ્રીટમેન્ટથી ખુલવા માંડે

કોઈપણ આડઅસર થતી નથી, છાતીમાં દુખાવો ઓછો થશે, જેનાથી સ્ફૂર્તિ વધશે, એન્જીઓપ્લાસ્ટી કે બાયપાસ  કરાવી શકતા ન હોય એવા દર્દીઓ આ ઇઇસીપીનો ઈલાજ કરાવી શકે છે. આ ટ્રીટમેન્ટથી અલ્ટરનેટિવ બ્લડ સપ્લાય ચાલું થઇ જતો હોય છે અને આનાથી એક નેચરલ બાયપાસ ક્રિએટ થાય છે. કેટલીક વખત નેચરલ બાયપાસ જાતે બનવા માંડે છે અને ધીમે ધીમે બ્લોકેજ આગળની જગ્યા પર નસો આ ટ્રીટમેન્ટથી ખુલવા માંડે છે.
ડૉક્ટર સ્વપ્નિલ શાહ ના જણાવ્યા પ્રમાણે હાર્ટ એટક ના ૪-૬ કલાક ગોલ્ડન પીરીયડ કેહ્વતો આવતો હોઈ છે. તે સમય માં જો સ્ટેન્ટ મુકાઈ જાય તો અથવા અમુક ઈન્જેકશન અપાઈ જાય તો માણસ ની જાન બચી જતી હોઈ છે. એટેક ના અમુક કલાકો પછી બ્લોકેજ હોવા છતાં ઘણા બધા દર્દીઓ દવાઓ, જીવનસાહેલી બદલી ને અથવા તો અમુક જાત ની નોન-ઈન્વેસિવ સારવાર જેવી કે EECP/ESMR કરીને લક્ષણો રાહત આપી શકાય છે.
આવા દર્દીઓને પ્રાઇમરી રિપોર્ટ જોઇને જેમ કે એન્જિયોગ્રાફી રિપોર્ટ,  હાર્ટ સોનો્ગ્રાફી રિપોર્ટ,  બ્લ્ડ રિપોર્ટ, ફિજીકલ એક્ઝામિનેશન અમે કરાવીએ છીએ અને ત્યારબાદ નક્કી કરીએ છીએ કે આ દર્દીને કંઇ સારવારની જરૂર છે. ત્યારબાદ અમે અમારી ટ્રીટમેન્ટ અંગે પૂરેપૂરી માહિતી આપીએ છીએ અને જે દર્દીઓને સારવાર લીધી હોય તેમના રેફરન્સ આપીએ છીએ.  ત્યારબાદ દર્દી જાતે નક્કી કરે છે કે કેવી ટ્રીટમેન્ટ લેવી જોઇએ કે નહીં. અત્યાર સુધીમાં ૫૦૦ થી વધુ દર્દીઓએ આ પદ્ધતિથી સારવાર લીધી છે.

બંધ થયેલી નસોમાં ફરીથી લોહી ફરતું  થાય

ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, બીજા કોઇ મોટા લક્ષણો ન હોય અથવા લક્ષણો હોય પણ દવાથી કંટ્રોલ થઇ શકે એમ હોય, કિડની, ડાયાબિટીસ, દર્દીની કન્ડિશન ખૂબ ખરાબ હોય, સ્મોકિંગ અને આલ્કોહોલ છોડી શકાય એમ ન હોય, દવા રેગ્યુલર ન લઇ શકતા હોય અને અમુક બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ શક્ય ના હોય એવા દર્દીઓ પણ અમારી આ ટ્રીટમેન્ટ લેતા હોય છે. આ ટ્રીટમેન્ટ નાની-નાની નસોને ખોલવાનું પણ કામ કરે છે, જેથી બંધ થયેલી નસોમાં ફરીથી લોહી ફરતું  થાય છે.

Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly