Gujarat News: અમદાવાદમાં ઈસ્લામિક સ્ટેટના 4 આતંકવાદીઓ ઝડપાયા છે. ગુજરાત ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ચારેય આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકવાદીઓની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી. જો કે સૂત્રોનું કહેવું છે કે આ ચારેય આતંકીઓ ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા છે અને તેમનું શ્રીલંકન કનેક્શન પણ સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, આ ચારેય આતંકીઓ અમદાવાદ આવી રહ્યા હોવાના ઈનપુટ મળ્યા હતા. કેન્દ્રીય એજન્સીએ ગુજરાત ATS સાથે આ ઈનપુટ શેર કર્યું હતું કે ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા આ આતંકવાદીઓ એરપોર્ટ પર આવ્યા હતા. આ તમામ આતંકવાદીઓ શ્રીલંકાના હોવાનું કહેવાય છે.
ઓછામાં ઓછા 5 બાળકો પેદા કરે, જો ઉછેરી ન શકો તો 4 અમને આપો, શીખોને કરવામાં આવી અજીબ અપીલ
ભાજપ શા માટે 400થી વધારે સીટનો દાવો કરી રહી છે? 2019માં હારી ગયેલી અડધી બેઠકો જીતવાનો વિશ્વાસ
સૂત્રોનું માનીએ તો હાલ ગુજરાત ATSએ ચારેય આતંકીઓને અજ્ઞાત સ્થળે લઈ જઈ પૂછપરછ શરૂ કરી છે. અમદાવાદ એરપોર્ટ પર આતંકવાદીઓ કયા ઈરાદા સાથે આવ્યા હતા તેની માહિતી મળી નથી. સૂત્રોએ એમ પણ કહ્યું કે તેમની પાસેથી મળેલી ટિકિટના આધારે તેઓ ચેન્નાઈથી આવ્યા છે. ઈસ્લામિક સ્ટેટના આ આતંકીઓ કોલંબોથી તમિલનાડુ અને તમિલનાડુથી અમદાવાદ આવ્યા છે. હેન્ડલ આ ચાર આતંકવાદીઓને માર્ગદર્શન આપી રહ્યો હતો.