AMC ઓફિસમાં દોઢ કરોડના ખર્ચે બનશે મિકેનિકલ રોટેશનલ પાર્કિંગ, દાણાપીઠ ઓફિસના બિલ્ડિંગમાં પાર્કિંગ માટે સ્ટેન્ડિંગની મંજૂરી

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News: મ્યુનિ.ના દાણાપીઠ ખાતેના બિલ્ડીંગમાં દોઢ કરોડના ખર્ચે પ્રાયોગિક ધોરણે મિકેનીકલ રોટેશનલ પાર્કિંગ બનાવશે. જેમાં એક નંગ પાર્કિંગમાં ૧૨ યુનિટ કાર પાર્કિંગ રહેશે. પાંચ વર્ષના કોન્ટ્રાક્ટથી આપવા માટેની દરખાસ્ત મ્યુનિ.સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરી દીધી છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે પાયલોટ પ્રોજેકટમાં સફળતા મળશે તો અન્ય વિસ્તારોમાં તેનો અમલ કરાશે.

મ્યુનિ.દ્વારા ઇ-ટેન્ડરમાં સૌથી ઓછા ભાવ ભરનાર ખાનગી કંપનીને પ્રતિ નંગ માટે રુપિયા 98 લાખના ભાવથી કામ સોંપાયું છે. આ સિવાય ટેન્ડરની રકમ ઉપરાંત 18 ટકા જીએસટી, ટ્રાન્સ્પોર્ટેશન, અન્ય ખર્ચ પણ કંપનીને ચૂકવવામાં આવશે.

પાર્કિંગ સિસ્ટમનાં પાંચ વર્ષના કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને એઇન્ટેન્સ કોન્ટ્રાક્ટ માટે કુલ ૨૩.૦૩ લાખ સાથે કુલ 1,53,61,540 રકમ કંપનીને ચૂકવાશે. મ્યુનિ.સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું કે, SUV કાર પાર્કિંગ ભાડે અપાશે. 45 સેકન્ડમાં કાર પાર્ક થશે. વિજળી ગૂલ થઈ હોય તેવા સમયે પણ મેન્યુઅલ ઓપરેશનથી ઉપર પાર્ક થયેલા વાહનો નીચે લાવી શકાય છે.

પાયલોટ પ્રોજેકટ હોવાથી તેનો થોડાંક સમય સુધી અભ્યાસ કરાશે. જેમાં સફળતા મળશે તો અન્ય સ્થળોએ પણ તેનો અમલ કરાશે. આશ્ચર્યની વાત એછેકે, મ્યુનિ. મિકેનેકલ રીટેશનલ કાર પાર્કિંગનો ઉપયોગ કરવાની શરુઆત કરે છે. પરંતુ ડેવલપર્સ દ્વારા નવી સ્કીમોમાં પૂરતા પાર્કિંગ અપાતા નથી, અથવા તો જ્યાં મિકેનીકલ પાર્કિંગની વ્યવસ્થા ઉભી થઇ શકતી હોય ત્યાં અમલ કરાવતી નથી.

રાજ્યના RTOમાં સર્વર ડાઉન થતાં 50 હજાર અરજદારને લાઈસન્સ માટે ધક્કો, ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેતા લોકાને કલાકો રાહ જોવી પડી

ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી? દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂપીને બેફામ વાહન ચલાવવાના 13 હજાર કેસ નોંધાયા

બજેટ 2024 હાઇલાઇટ્સ: 1.4 કરોડ યુવાનોને સ્કિલ ઇન્ડિયાનો લાભ મળ્યો, 10 વર્ષમાં 390 યુનિવર્સિટીઓ ખોલવામાં આવી

નિષ્ણાંતોએ કહ્યું કે, ટ્રાફિકની સમસ્યાનું રાતોરાત નિવારણ આવી શકશે નહીં. તેના માટે મ્યુનિ.એ વ્હાલાદવલાની નિતી છોડીને કડક અમલ કરાવવો પડશે. આ ઉપરાંત મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં હેરિટેજ રોડ પર પૂરતી સફાઈ થતી નહીં હોવાની મળેલી ફરિયાદો બાદ દિવસમાં ચાર વખત સફાઇની દરખાસ્તને મંજુરી અપાઇ છે. આ ઉપરાંત પ્રત્યેક દરવાજાના બ્યુટિફિકેશનનો પણ નિર્ણય કરાયો છે.


Share this Article
TAGGED: