Ahmedabad News: અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે ૬:૨૦ કલાકથી રાત્રે ૧૦:૦૦ કલાક સુધી કાર્યરત છે.આવનારા દિવસોમાં કાંકરીયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન ટુંક સમયમાં ચાલુ કરવાનું હોઈ, તા. ૧૩ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ મેટ્રો રેલ સુરક્ષા કમિશનર ઈસ્ટ-વેસ્ટ કોરિડોર (વસ્ત્રાલ ગામ થી થલતેજ)નું નિરીક્ષણ કરશે.
મેટ્રો રેલ સુરક્ષા કમિશનરનાં નિરીક્ષણ માટે તા. ૧૩ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ ઈસ્ટ-વેસ્ટ કોરિડોર (વસ્ત્રાલ ગામ થી થલતેજ) મેટ્રો ટ્રેન સેવાઓ બપોરે ૦૨:૦૦ કલાકથી સાંજે ૦૫:૦૦ કલાક દરમિયાન સ્થગિત રહેશે.
માત્ર ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં બંને ટર્મિનલ સ્ટેશન (વસ્ત્રાલ ગામ અને થલતેજ)થી છેલ્લી મેટ્રો ટ્રેન પ્રસ્થાનનો સમય બપોરે ૦૧:૦૦ કલાકનો રહેશે. સાંજે ૦૫:૦૦ કલાકથી મેટ્રો ટ્રેન સેવાઓ ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં હાલના સમયપત્રક મુજબ ઉપલબ્ધ થશે.
56 કરોડ જાનૈયા સાથે નીકળી ભગવાનની લગ્નની જાન, ધામધૂમથી પ્રસંગ ઉજવાયો! ઠેર-ઠેર લોકોએ કર્યું સ્વાગત
2024માં ગુરુ ગ્રહ બદલશે આ 4 રાશિઓની પ્રોફેશનલ લાઈફ, પ્રમોશન સાથે સાથે પગાર થઈ જશે લાખોમાં
નોર્થ-સાઉથ કોરિડોર (એ.પી.એમ.સી. થી મોટેરા સ્ટેડિયમ) પર ટ્રેન સેવાઓ હાલના સમયપત્રક મુજબ આખો દિવસ ચાલુ રહેશે.