માલધારી યુવક કિશન ભરવાડની હત્યા મામલે આખા દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં દરરોજ કોઈને કોઈ શહેરમાં અલગ અલગ સમાજો મેદાને આવી બંધનું એલાન કરતા જોવા મળે છે. .હાલમાં આ મામલે ગુજરાતનો હિન્દુ સમાજ ખુબ રોષે જોવા મળી રહ્યો છે. લોકો વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માંગ કરી રહ્યાં છે.
કિશન ભરવાડ હત્યા કેસ મામલે દેવાયત ખાવડનુ નિવેદન સામે આવ્યુ છે. તેમણે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. આ વીડિયોમા તેમણે જણાવ્યું છે કે ભરવાડ પરિવારને ન્યાય અપાવવા સર્વ સમાજ એક થાય. હિન્દુ સંસ્કૃતિના રક્ષણ માટે જ્ઞાતિના વાદ દૂર કરી સૌને એક થવા હુ અપીલ કરું છું.
આગળ તેમણે કહ્યું છે કે આ દેશ પણ નબળો નથી અને આ દેશનો દેવ પણ નબળો નથી કુરુક્ષેત્રના મેદાનમાં પણ ભગવાન કૃષ્ણે જ નારો લગાવ્યો હતો. ઘટના નિંદા કરતા જરૂર પડ્યે આપણે શાસ્ત્રો અને શસ્ત્રનો ઉપયોગ કરી આગળ વધવાની તૈયારી દાખવી જ્ઞાતિ જાતિ ભૂલી હિન્દૂ થઇ ખભે ખભો મિલાવી આગળ વધીશુ.