મોરબી ઝૂલતાં પુલની દુર્ઘટનાને ધ્યાને લઈને હવે અમદાવાદ અટલ બ્રિજના મુલાકાતીઓ માટે અગમચેતીના પગલારૂપે મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. બ્રિજની હાલની ક્ષમતા તથા ટેક્નિકલ ક્ષમતા મુજબ એક સાથે 12 હજારથી વધુ મુલાકાતીઓ બ્રિજ પર ઉભા રહી શકે છે, છતાં હવેથી દર કલાકે વધુમાં વધુ 3000 મુલાકાતીઓને જ પ્રવેશ આપવામાં આવશે. જેથી મુલાકાતાઓ વધુ સલામત રીતે અટલ બ્રિજનો અનુભવ લઇ શકે. અમદાવાદમાં લોકાર્પણ કરવામાં આવેલું અને આકર્ષણનું કેન્દ્ર બનેલા અટલ બ્રિજ અંગે પણ ફરમાન જારી કરી દેવામાં આવ્યો છે. બ્રિજ પર મુલાકાતીઓની સંખ્ય મર્યાદીત કરવામાં આવી છે. હવે દર કલાકે માત્ર 3000 હજાર મુલાકાતીતઓને જ પ્રવેશ આપવામાં આવશે.
ઉલ્લેનીય છે કે મોરબી જુલતા પુલના કટકા થયા એમાં 134થી વધારે લોકોનો જીવ ગયો છે. હવે મોરબી જુલતા ગોઝારી દુર્ઘટના પછી ગવર્નમેન્ટ રિઝોલ્યુશન GR બહાર પાડ્યો હતો કે, આ દુર્ઘટનામાં 141 લોકોના મૃત્યુ થયા છે પણ તે કેવી રીતે થયા તેની પાછળનું કારણ જણાવ નહીં મળે. બહાર પાડેલ ગવર્નમેન્ટ રિઝોલ્યુશન GR મુજબ કોઈ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા વીના પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. પોસ્ટમોર્ટમ ન થવાને કારણે લોકોના મૃત્યુનું કારણ પણ અકબંધ રહેશે. આ અકસ્માતમાં રાજકોટના ભાજપના સાંસદ મોહનભાઈ કલ્યાણજી કુંડારિયાના 12 સંબંધીઓના પણ આ અકસ્માતમાં મોત થયા હતા. PM મોદી આવતીકાલે બપોરે મોરબીની મુલાકાત લેશે. મોરબી બ્રિજ અકસ્માતમાં અત્યાર સુધીમાં 134 લોકોના મોત થયા છે.