અમદાવાદનો સાવ અનોખો કિસ્સો, લગ્નના 15 દિવસ બાદ જ થયો એવો ખુલાસો કે યુવક ચોધાર આંસુએ રડ્યો, દૂધ લેવા ગયો અને પત્નીએ….

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

અમદાવાદમાથી ફરી એકવાર લૂટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના દરિયાપુર દરવાજા રહેતા 30 વર્ષીય યુવકના લગ્ન 2022માં રાજસ્થાનની એક 24 વર્ષીય યુવતી સાથે થયા હતા. યુવક પાનમસાલાનો ગલ્લો ચલાવતો હતો. જ્યારે યુવકના લગ્ન થયા ત્યારે યુવતીને 1.50 લાખ અને દાગીના આપ્યા હતા. લગ્ન બાદ પોતાનુ ઘર નાનુ હોવાથી અન્ય એક મકાન દુધેશ્વર રોડ પર રાખ્યુ જ્યા તે પત્ની સાથે સુવા બેસવા જતા.

એક દિવસ જ્યારે યુવક પાનના ગલ્લા પર ગયો અને પાછો આવ્યો ત્યારે પત્નીએ કોઇ પણ કારણ વગર દરવાજો બંઘ કરી દીધો. ખખડાવ્યા બાદ જ્યારે પત્નીએ દરવાજો ન ખોલ્યો ત્યારે યુવકે પત્નીના બનેવીને ફોન કરી બોલાવ્યા અને ફ્લેટના દરવાજો તોડયો. પત્નીને બહાર કાઢી અને સમજાવી.

આ દરમિયાન યુવતીના બનેવીએ તેને કહ્યું કે, એ તારી પત્ની નથી તેના તારી સાથે કોઇ લગ્ન થયેલ નથી અને તેને તારે ભૂલી જવાની છે. હવે અમે યુવતીને બીજે લગ્ન કરાવી ત્યાંથી પણ પૈસો લઇશું. આ સાથે તેને ધમકી આપી કે કોઇને આ વિશે વાત કરી તો જાનથી મારી નાખશે અને યુવકની પત્નીને તેઓના ઘરે નરોડા ખાતે લઇ ગયા હતો.

આ બાદ યુવક પોતાના માતા પિતા સાથે યુવતીને સમજાવવા માટે નરોડા ગયો પણ યુવતીના બનેવીએ કોઈ વાતચીત કરવા ન દીધી. આ રીતે યુવક સાથે 3.30 લાખના દાગીના પડાવી લેવાનુ કાવતરું હતુ. હવે આ મામલે યુવકે ફરિયાદ નોંધાવી છે

 

 

 


Share this Article