અમદાવાદના સીટીએમ વિસ્તારમાં ટેક્સી ચાલકો ખુલ્લેઆમ મનમાની સામે આવી છે. તેઓ પોતાની ગાડીમા લીમીટ કરતા વધારે લોકોને બેસાડી રહ્યા છે અને બીજી તરફ રસ્તો રોકે છે જેથી ટ્રાફિક જામની સમસ્યા પણ થઈ રહી છે. અહીના બસ સ્ટેશન પાસે જ ટેક્સી ચાલકો ટેક્સીઓ પાર્ક કરે છે. આ સિવાય તેમની પાસે ટેક્સી પાસિંગ પણ નથી અને બીજી તરફ કોઈ પણ પ્રકારનુ ચેકિંગ પણ કરવામા આવી રહ્યુ નથી.
મળતી માહિતી મુજબ સીટીએમ વિસ્તારની ટેક્સીઓ હતી તેમનામાથી એક પણ ગાડી પર ટેક્સી પાસિંગ ન હતું.આ છતા ટેક્સી ડ્રાયવરો મનમાની કરતા કહે છે કે અમે પોલીસને હપ્તો આપીએ છે. અમને કોઈ પકડવાવાળું નથી. આમાથી એક ટેક્સી ડ્રાયવરે કહ્યું હતું કે હું પોલીસને 5 હજારનો હપ્તો આપુ છુ.