વસ્ત્રાપુરમાં રહેતા ઈન્ટિરિયર ડિઝાઈનરને બ્રાન્ડેડ ડેનિમ ટ્રાઉઝરની એક જાેડી ૯૪ હજાર રૂપિયામાં પડી હતી, ધૂતારાઓએ એક લિંકથી તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હતા. તેણે ડિલિવરી અપડેટ માટે લિંક પર ક્લિક કર્યું હતું, તેવો ઉલ્લેખ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સમક્ષ નોંધાવવામાં આવેલી ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. પીડિતાનું નામ અપૂર્વા મુનેત છે, જેની ઉંમર ૨૫ વર્ષ છે. અપૂર્વા સમૃદ્ધિ અપાર્ટમેન્ટમાં રહે છે, તે મૂળ મધ્યપ્રદેશની છે. તે છેલ્લા બે વર્ષથી થલતેજમાં આવેલી ખાનગી કંપનીમાં સીનિયર ઈન્ટિરિયર ડિઝાઈનર તરીકે કામ કરી રહી છે.
મુનેતે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે ૨૮મી નવેમ્બરે ડેનિમ ઓર્ડર કર્યું હતું અને ૩ ડિસેમ્બરે તેને મળ્યું હતું. પરંતુ તેમાં ૨૮મી ડિસેમ્બરે ઓર્ડર કર્યો હોવાનો ઉલ્લેખ નહોતો. ૧૪મી ડિસેમ્બરે તેણે ડિલિવરી કરતી કંપનીના કસ્ટમર કેર નંબર પર સંપર્ક કર્યો હતો. તેણે તે નંબર પર ફોન કર્યો હતો અને એક શખ્સે તેની પાસેથી ટ્રેકિંગ આઈડી માગ્યું હતું તેમજ પુષ્ટિ તેનું પેકેજ ડિલિવરી કંપની પાસે હોવાની પુષ્ટિ કરી હતી. તેણે તે શખ્સને શું તે જાતે જઈ પેકેજ લઈ આવી શકે છે તેમ પૂછ્યું હતું.
પરંતુ તે શખ્સે ભારપૂર્વક કહ્યું હતું કે, તેના કુરિયરની ડિલિવરી જ કરવામાં આવશે. શખ્સે તેને તેણે મોકલેલી લિંકનો ઉપયોગ કરીને ૩ રૂપિયા ચૂકવી સરનામું અપડેટ કરવા માટે કહ્યું હતું. તેની સૂચનાને અનુસરીને, તેણે પૈસા ચૂકવ્યા હતા જે બાદ તેને પુષ્ટિનો મેસેજ પણ મળ્યો હતો. બાદમાં, શખ્સે તેને ફોન કર્યો હતો અને ડિલિવરીનો સમય માગ્યો હતો.
૧૪મી ડિસેમ્બરના રોજ, રાતે ૮.૩૦ કલાકે તેને ેંઁૈં પેમેન્ટ એપ સાથે જાેડાયેલા તેના બે બેંક અકાઉન્ટમાંથી પૈસા કપાયા હોવાના મેસેજ મળ્યા હતા. કુલ મળીને તેણે ૯૪ હજાર રૂપિયા ગુમાવ્યા હતા. છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા તેણે વસ્ત્રાપુર પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. શખ્સ સામે ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.