ગુજરાતમાં અત્યારે પુરી રીતે રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વધારે એક વિવાદીત વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને જેને લઈને એક નેતાજી ચર્ચામાં આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેમની પત્ની સાથેના વિખવાદને લઈને આજે પત્રકાર પરિષદ કરી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ તેમનો અને બીજી 24 વર્ષની યુવતી સાથેનો વીડિયો સામે આવ્યો હતો. તેમણે પત્રકારો સાથે વાત કરી હતી કે, મારી પત્ની રેશમાને મારી મિલકતમાં રસ છે. તેણે દોરાધાગા કરાવીને હું ક્યારે મરીશ તેવું પૂછે છે.
સાથે જ જો વાત કરવામાં આવે તો ભરતસિંહે કહ્યું કે- રેશ્મા મારી 30 વર્ષની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે. મારા વિરોધીઓને આવા વિવાદોમાં જ રસ છે. મારે હજી ત્રીજા લગ્ન કરવાના છે. હું મારા છુટા છેડાની રાહ જોઈ રહ્યો છું. તેમજ વિગતો છે કે રંગરેલીયા મનાવતા વીડિયો અંગે ભરતસિંહે સ્પષ્ટતા કરી છે. જેમાં ભરતસિંહે જણાવ્યું છે કે મારા રાજકીય જીવનમાં કોઈ પોલીસ કેસ થયા નથી. રામ મંદિર બંધાય તો ભરતને આનંદ થાય છે. તથા ચૂંટણી આવી એટલે મારા નિવેદનો પર વિવાદ થયો છે. તેમજ લગ્નજીવનમાં નાની-મોટી તકલીફ તો રહે જ છે. તેમજ કયા ઘરમાં લગ્નજીવનમાં પ્રશ્ન નથી. મારી પાસે કેટલાય પુરાવા છે તે કોર્ટમાં રજૂ કરીશ. તથા લગ્નજીવનની વાતો ડિબેટમાં કરવાથી કોઈ ફાયદો નથી.
આ સાથે જ ભરતસિંહે વાત કરી કે આપણો દેશ સ્ત્રી દાક્ષ્યણ વાળો રહ્યો છે. મારી તબિયતની ચિંતા કરી નથી મારી મિલકતમાં રસ છે. તથા મારી કાર, AC વેચી દીધા, નોકરોને પણ કાઢી મુક્યા છે. તથા હું ક્યારે મરુ અને મિલકત મળે તેનું જ ધ્યાન છે. તેમણે કહ્યું હતું કે, રાજકીય રીતે 1992માં રાજકારણમાં આવ્યો. નાનકડા કાર્યકરથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે ઘણી જવાબદારી મળી. છેલ્લા 7 મહિનાથી ગુજરાતની રાજકિય પરિસ્થિતિ અને તેમાં વ્યક્તિ ગત રીતે જે વિવાદો મારી સામે ચાલ્યાં છે. આવા વિવાદો ચૂંટણી આવે ત્યારે જ શરૂ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં રામ મંદિરની આખી વાત ના સમજાઈ. રામનું મંદિર બને અને ભરતને ના ગમે! હું વર્ષોથી કહેતો આવ્યો છું.
અમે હિંદુ ધર્મના સાચા હિમાયતી છીએ. પણ વાત ને રંગ પણ અલગ આપવામાં આવે છે. આ દેશમાં કેટલાય કુટુંબ છે જેમના લગ્નજીવનમાં સમસ્યા સર્જાતી હોય છે. પરિવારમાં સમાધાન ન થાય તો કોર્ટ સુધી મુદ્દો જાય છે. ભરતસિંહના લગ્ન કેવા સંજોગોમાં થયા તે બાબત પણ જાણવી જોઈએ. જ્યાં લગ્ન થયા ના 15 વર્ષ સુધી કોઈ સબંધ ન હોય માત્ર ઔપચારિક સબંધ રહ્યા છે.હું ઇચ્છતો હતો કે આ બાબત ઘરની ઘરમાં રહે. સાથે જ ભરતસિંહે વાત કરી કે મને દુઃખ થાય છે કે વ્યક્તિગત જીવનની જાહેરમાં ચર્ચા કરવી પડે છે. માટે જ મારે મીડિયાની સામે આવવું પડ્યું છે. હાલમાં આણંદના મકાનના વીડિયો સામે આવ્યાં હતાં. ત્યાં હું આઈસક્રીમ ખાવા ગયો હતો. એ યુવતીનું ઘર હતું અને આ ટોળું ત્યાં આવી ગયું હતું. મને કોઈ સ્વીકારવા તૈયાર હશે તો મારૂ ત્રીજું લગ્ન પણ થશે. હું મારા છુટા છેડાની રાહ જોઈ રહ્યો છું