સમયનો અઢળક બચાવ, ટિકિટમાં સાવ સસ્તી,અન્ડરગ્રાઉન્ડ મુસાફરીનો રોમાંસ, PM મોદીએ મેટ્રો શરુ કરીને મોજ કરાવી દીધી, અહીં જાણો બધી જ માહિતી

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ જેની રાહ જોતા હતા એવી મેટ્રો ટ્રેનની ભેટ નવરાત્રિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી દીધી છે. ટ્રેન શરૂ થઈ ગયા બાદ સામાન્ય નાગરિકો અને નોકરીયાત વર્ગને પણ સમયસર પહોંચવામાં તકલીફ નહિ પડે અને ટ્રાફિકની સમસ્યા હળવી થઈ જશે. વસ્ત્રાલથી થલતેજના આ રૂટમાં આખું અમદાવાદ આવી જશે. 21 કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે અને શહેરના નીચેથી પણ પસાર થાય છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન લોકોને ટિકિટનો હશે.

હાલમાં મેટ્રોની ટિકિટ 5થી શરૂ કરીને 25 રૂપિયા સુધીની રહેશે જેમાં રહેશે. જેમાં પ્રથમ 2.5 કિમી માટે 5 રૂપિયા, 2.5 કિમીથી 7.5 કિમી સુધી રૂ.10 , 7.5 કિમીથી 12.5 કિમીના રૂ. 15, 12.5 કિમીથી 17.5 કિમીના રૂ. 20, 17.5 કિમીથી 22.5 કિમી માટે 25 રૂપિયા ભાડું ચૂકવવું પડશે. જો કે ટ્રેનની સારી વાત એ છે કે શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ અને કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે. આ પ્રોજેક્ટની વિશેષ વાત કરીએ તો મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે.વસ્ત્રાલ થી થલતેજ સુધી 18 મેટ્રો સ્ટેશન આવેલા છે. આ ટ્રેન મુસાફરીમાં કરતા લોકોને અંડર ગ્રાઉન્ડ મુસાફરીનો રોમાંચ માણવા મળશે.

મેટ્રો ટ્રેનની વિશેષ વાત એ છે કે અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે. પૂર્વ-પશ્ચિમ તેમજ ઉત્તર-દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરાયો. પૂર્વ-પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે. જે થલતેજથી વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે, જેમાં 17 સ્ટેશન છે. ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે. જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે. શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિમીનો રૂટ પણ રાખવામાં આવ્યો છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર, કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. હાલ વાહન લઇને શાહપુરથી કાંકરિયા જવું હોય તો 30 મિનિટ જેટલો સમય લાગે છે. મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે જે સૌથી સારી વાત માનવામાં આવી રહી છે.


Share this Article