હું હિન્દુ ધર્મને પાગલપન માનું છું, આ છે આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર…. ગુજરાતમાં કેજરીવાલના ફોટો સાથે લાગ્યા પોસ્ટર

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

આમ આદમી પાર્ટી ગુજરાતમાં સત્તા મેળવવા માટે તમામ પ્રયાસો લગાવી રહી છે. સીએમ અને ‘આપ’ ચીફ અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે છે. અને રેલીઓ અને સભાઓ પણ કરવા લાગ્યા. પરંતુ પાર્ટીને લઈને સીએમ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ત્યારે આ જ મંત્રીએ તેમની મુસીબતો વધારી દીધી છે. વાસ્તવમાં, AAP મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ પર આરોપ છે કે તેઓ લોકોને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ અને કૃષ્ણને ભગવાન ન માનવાની અને ક્યારેય તેમની પૂજા નહીં કરવાની શપથ લે છે. ત્યારે હવે આ વાતનો ગુજરાતમાં ભરપુર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને અલગ અલગ પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યા છે.

ગુજરાત ભાજપે દિલ્હી રાજેન્દ્ર પાલના વીડિયો મુદ્દે વિરોધ દર્શાવ્યો છે. આ મામલે ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આમ આદમી પાર્ટીના નેતા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેજરીવાલની નાટક મંડળીનો ચહેરો ખુલ્લો પડ્યો છે, આમ આદમી પાર્ટીના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ પોસ્ટર વોરથી માહોલ ગરમાયો છે. ગુજરાતના મહાનગરોમાં આમ આદમી પાર્ટી વિરોધી પોસ્ટરો લાગ્યા છે. હિન્દુ હિતરક્ષક સમિતિએ અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત અને વડોદરામાં AAP વિરોધી પોસ્ટરો લગાવ્યા છે.

બજારમાં જે પોસ્ટર લાગ્યા છે એના વિશે વાત કરીએ તો જેમાં લખેલું છે કે, ‘હું બ્રહ્મા, વિષ્ણ, મહેશ, રામ, કૃષ્ણને ઈશ્વર માનીશ નહીં.’, ‘હું શ્રાદ્ધ, પિંડદાન કે કોઈ હિન્દુ ક્રિયાઓ કરીશ નહીં.’, ‘હું હિન્દુ ધર્મને પાગલપન માનું છું.’ સાથે દરેક પોસ્ટરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ફોટો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ભાજપના નેતા ધનસુખ ભંડેરીએ અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રી પાસે માફીની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હિન્દુઓની લાગણી દુભાણી છે. કેજરીવાલ અને તેમના મંત્રીએ માફી મંગાવી જોઈએ. આમ તો બધું જ કેજરીવાલની મૂક સંમતિ જ થઈ રહ્યું છે.


Share this Article