કોંગ્રેસમાં ફરી સંચાલનની ખામી જોવા મળી રહી છે. આમ તો ગુજરાત કોંગ્રેસે જણાવ્યું હતું કે મોંઘવારી, બેરોજગારી, કથળતી કાયદા વ્યવસ્થા, ડ્રગ્સના બેફામ કારોબાર સહિતના મુદ્દે પ્રજાનો અવાજ ઉઠાવવામાં આવશે. આગામી ચૂંટણીને ધ્યાને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પરિવર્તન સંકલ્પ સંમેલનમાં અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે બૂથના યોદ્ધાઓને સંબોધન કરવાના છે.
ગુજરાતનાં 52 હજાર બૂથના યોદ્ધાઓ સાથે રાહુલ ગાંધી સવારે અમદાવાદ એરપોર્ટથી શાહીબાગ સર્કિટ હાઉસ જવાના હતા અને ત્યાંથી રિવર ફ્રન્ટ ખાતેના કાર્યક્રમમાં પહોંચશે. એ પછી સાબરમતી ગાંધી આશ્રમના કાર્યક્રમમાં હાજરી આપશે. પરંતુ હાલમાં કઈક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. કારણ કે 11 વાગ્યાના કાર્યક્રમના 12 વાગ્યે પણ ઠેકાણા નથી અને ઉપરથી કોંગ્રેસના કાર્યકરો જ ક્યાંય જોવા મળતા નથી. સાથે જ 50% જેટલી ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે.
રાહુલ ગાંધી આજે 5મી સપ્ટેમ્બરે ગુજરાત મુલાકાતે છે. કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી રિવરફ્રન્ટ પહોંચશે અને વલ્લભ સદન પાછળ બૂથના યોદ્ધાઓના સંમેલનને સંબોધશે, ભારત જોડો યાત્રાના કાર્યક્રમ પહેલાં રાહુલ બપોરે બે વાગ્યા આસપાસ સાબરમતી આશ્રામની મુલાકાત લેશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. જ્યાં પ્રાર્થના સભામાં જોડાઈ ગાંધીબાપુની પ્રતિમાને નમન કરી આશીર્વાદ લેશે. જો કે હવે સમયની કોઈ કડી કોંગ્રેસના કાર્યક્રમમાં ભેગી થતી જોવા મળી રહી નથી. ત્યારે લોકોની સાથે સાથે બીજી પાર્ટી પણ હવે કોંગ્રેસની મજાક કરી રહી છે.