રાજકોટનો રંગીલો ઉદ્યોગપતિ, મહિલા બિઝનેસ પાર્ટનરને અમદાવાદની ફાઈવ સ્ટાર હોટલમાં લઈ જઈ માણ્યું શરીર સુખ, પછી….

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

રાજકોટના ઉદ્યોગપતિએ તેની મહિલા બિઝનેસ પાર્ટનરને લગ્નનની લાલચ આપીને અમદાવાદની ફાઈવ સ્ટાર હોટલમાં દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા ઉદ્યોગપતિને દુબઈના બિઝનેસ એક્સોપમાં મળ્યા હતા અને મિત્રતા કેળવીને અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ કોરોના કાળમાં મહિલા પાર્ટનરને અંધારામાં રાખીને બીજી યુવતી સાથે લગ્ન પણ કરી લીધા હોવાની જાણ થતાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર સુરતમાં રહેતી ૩૬ વર્ષીય મહિલા તેની માતા અને ભાઈ સાથે રહે છે. તેના પિતાનું અવસાન થતા યુવતી પરિવારમાં મોટી હોવાથી પરિવારની જવાબદારી આવી ગઈ હતી. જેથી યુવતી ૨૦૦૮માં દુબઈ ખાતે નોકરી કરવા ગઈ હતી. દરમિયાન દુબઈ બિઝનેસ એક્સપોમાં રાજકોટના બિઝનેસમેન ફેનિલ કોરાટ સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ ફેનિલે મોટી મોટી વાતો કરી પોતાની કંપનીમાં યુવતીને બિઝનેસ પાર્ટનર બનાવી શિવોત્રી ઈનપેક્ષ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ શરૂ કર્યો હતો.

ફરિયાદ અનુસાર બંને સાથે કામ કરતા હતા અને કામ માટે બહાર પણ જતા હતા. દરમિયાન અમદાવાદની ફાઈવ સ્ટાર હોટલ નોવાટેલ, હિલ્ટન અને એસજી હાઈવેની એક હોટલમાં યુવતીને લઈને આવતો હતો અને તેની બળાત્કાર ગુજારતો હતો. બિઝનેસમેને યુવતીને લગ્નની લાલચ આપતો હોવાથી યુવતી પણ તેની સાથે બિઝનેસમાં જાેડાયેલી હતી. પરંતુ એક દિવસ તેને ખબર પણ કે ઉદ્યોગપતિએ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા છે.

ત્યારે તેણીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના જાણીતી આઈસ્ક્રીમ બ્રાન્ડ પરિવારના પુત્ર સામે પણ એક મહિલા પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમા નોંધાઈ છે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે યુવકની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


Share this Article