સફ્ફાન અન્સારી ( અમદાવાદ ): જે પોલીસનું નામ સાંભળતા જ ભલભલા ગુન્હેગારો ફફડી ઉઠે છે તે અમદાવાદ પોલીસ ઉંદરોના ત્રાસથી ત્રાહીમામ પોકારી ઉઠી હોવાનું સામે આવ્યું છે. જી હા, અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશન અંદર ઉંદરોનો ત્રાસ દિવસેને દિવસે વધવા લાગ્યો છે. શહેરના ગીચ વિસ્તાર રિલીફ રોડ ઉપર આવેલા કાલુપુર પોલીસ સ્ટેશન અંદર ઉંદરોની અવર-જવર વધી ગઈ છે. આ અંગે જાણવા કે, છેલ્લા લાંબા સમયથી પોલીસ સ્ટેશન અંદર ખાસ કરીને શવિ સમયે ઉંદરો પુસી આવે છે અને વીજ વાયર તેમજ કાગળોને ખાઈ જઈને નુકશાન પહોંચાડે છે.
એટલું જ નહીં પોલીસ કર્મીઓ ખાવાની વસ્તુઓ લાવ્યા હોય તો તેને પણ ઉંદરો ખરાબ કરી નાખે છે. ઘણીવાર તો આ ઉંદરો અગત્યના કાગળોને કોતરી નાંખ્યા હોવાના બનાવો બની ચુક્યા છે. તો કોઈ વખત તો પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલને પણ મોટું નુકશાન પહોંચાડ્યાના દાખલા છે. તો બીજી તરફ આ પોલીસ સ્ટેશન કોમર્શિયલ વિસ્તારમાં અને અતિ અતિ જુનુ હોવાના લીધે ઉંદરોનો ત્રાસ વધી રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે.
પિંજરામાં ન પકડાતા ઉંદરોને અપાય છે સજા એ મોત
હંમેશા લોકોની મદદ માટે ખડેપગે રહેનાર પોલીસ ઉંદરોના લીધે ભારે પરેશાન છે. તેવા સમયે આ ઉંદરોને પકડવા માટે અગાઉ અનેક વખત પિંજરા મુકવામાં આવ્યા છે. પણ આ ઉંદરો આ પિંજરામાં ન પુરાતા હોવાનું જાણવા મળે છે. એટલુ જ નહીં આ ઉંદરોને પિંજરામાં પુરીને અન્ય સ્થળો ઉપર છોડી મુકવામાં આવે તો તે ફરીથી અહીં આવી જાય છે. એટલે હવે આ ઉંદરોના ત્રાસ દુર કરવા માટે પોલીસ સ્ટાફ ઉંદર મારવાની દવા મુકે છે. ઘણી વખત તો આ દવા ખાધા બાદ મૃત્યુ પામેલા ઉંદરના લીધે પણ આખા પોલીસ સ્ટેશનમાં દુર્ગમ ફેલાય જાય છે.
કાલુપુર પોલીસ સ્ટેશનમાં ઉંદર કેમ ધૂસી જાય છે ?
રિલીફ રોડ આસપાસ શાકમાર્કેટ, ચોખામાર્કેટ, ફૂટમાર્કેટ, હોલસેલ માર્કેટના, કારણે આ વિસ્તારમાં ઉંદરનો પ્રમાણ વધારે હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. એટલે આ ઉંદરો અહીંથી પોલીસ સ્ટેશન અથવા આસપાસની દુકાનો પણ આવીને નુકશાન પહોંચાડે છે.
ગાઝા યુદ્ધમાં ભારતીય મૂળના ઈઝરાયેલ સૈનિકનું મોત, એક મહિના પહેલા સગાઈ થઈ હતી
GANDHINAGAR: હર્ષ સંઘવીએ ST ડેપોની લીધી ઓચિંતી મુલાકાત, નાગરિકોને સ્વચ્છતા જાળવવા કરી અપીલ
તમે લઇ રહ્યા છો આ પેઇનકિલર દવા? તો ચેતી જજો, સરકારે જારી કરી ચેતવણી, હૃદય અને કિડનીને નુકસાન થશે
પોલીસને ઉંદરોના ત્રાસથી મુક્તિ ક્યારે મળશે ?
અમદાવાદ શહેરના કાલુપુર પોલીસ સ્ટેશન સહિતના અમૂક પોલીસ સ્ટેશનોમાં ઉંદરોનો ત્રાસ રોજીદો બની ગયો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, આ વિસ્તારના પોલીસ સ્ટેશન અતિ જૂની ઈમારતોમાં કાર્યરત છે તે અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી પણ માગ છે.