આ વર્ષે ગુજરાતમા પ્રચંડ ગરમી વરસી રહી છે અને ખાસ અમદાવાદનુ તાપમાન દિવસે અને દિવસે વધી રહ્યુ છે. આજે અમદાવાદનુ તાપમાન 47 ડીગ્રીને પાર નોંધાયુ છે. આ સાથે હજુ કાલે પારો વશીને 48 ડીગ્રી જવાની શકયતા છે અને જો આટલો પારો જશે તો 100 વર્ષનો રેકોર્ડ તૂટશે. આ સાથે વાત કરીએ રાજ્યનાં અન્ય શહેરોની તો હાલ 13 શહેરમાં તાપમાન આજે 46ને પાર નોંધાયુ છે.
મળતી માહિતી મુજબ અમદાવાદમાં આજે સવારે 8 વાગ્યે જ બપોર જેવો તાપ પડવા લાગ્યો હતો અને બપોરે 2 વાગતા પારો 47 ડીગ્રી સેલ્સિયસ પહોચ્યો હતો. બીજી તરફ રવિવારથી ઉત્તર-પશ્ચિમના પવન શરૂ થયો હત અને બંગાળની ખાડીમાં લો-પ્રેશરને કારણે રણ-સૂકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે.