સેવાના ભેખધારી અને કરુણાની મુરત એવા શંખેશ્વરના જૈન પરિવારની દીકરી જિજ્ઞા શેઠને “સમાજ રત્ન” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. જિજ્ઞા શેઠને તેઓની માનવતાવાદી અને સામાજિક સેવાઓને બિરદાવતા “સમાજ રત્ન” એવોર્ડ એનાયત કરી શાયર ડૉ. કેતન એમ.પંડ્યાએ તેમની રચનાની પંક્તિ પણ સમર્પિત કરી હતી, સાથોસાથ જિજ્ઞા શેઠ દ્વારા સાલ ઓઢાડી મોમેન્ટો ભેંટ આપી શાયરનું સન્માન કરવામાં આવતા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
હું માનવી માનવતા થકી હવે માનવ બનું તો સારું,
સેવા કરી દરિદ્રનારાયણની ખુદ તરું ને બીજાને તારું.
-ડૉ. કેતન એમ.પંડ્યા “વિનીત”
દયા ધરમ દાન અને દાતારી
છે જેના ખૂન તણી ખુમારી
-કેતન પંડ્યા “વિનીત”
પરોપકારી, પરોપજીવી, પરાર્થી, પરગજુ, પ્રેમાળ, લાગણીશીલ, હસમુખા, નિખાલસ, કરુણામય, દયામય, દાતાર જેવા ઉપનામની અનેક ઉપાધી હાંસલ કરી છે તેવા વઢીયાર પંથકના સૌના હૃદયમાં વસેલા તેમજ ગુજરાતના અણમોલ ઘરેણાં સમ જૈન પરિવારની દીકરી જિજ્ઞા શેઠ માનવતાવાદી સેવાઓમાં પ્રખર અને મોખરે સ્થાન ધરાવે છે. વઢીયાર પંથકના શંખેશ્વર જૈન તીર્થક્ષેત્રમાં શ્વેતાંમ્બર મૂર્તિપૂજક જૈન સમાજનું શેઠ પરિવાર કે જે માનવતાવાદી સેવાઓમાં પ્રખર અને મોખરે સ્થાન ધરાવે છે.
જિજ્ઞા શેઠે પોતાની કોઠાસૂઝ અને આગવી આવડત દ્વારા પછાત અને અભણ એવા હજારો પરિવારોમાં જ્ઞાનની જ્યોત જગાવી છે. કોરોનાકાળ જેવા કપરા સમયમાં હજારો લોકોની આંતરડી ઠારવાની એક મહિલાની હિંમત અને નાનકડી પહેલથી આજે આખું ગુજરાત અંજાઈ ગયું છે. જેની એક કલ્પના માત્રથી હજ્જારો ગરીબ લોકો, બાળકો, દીકરીઓ, મહિલાઓને લોકડાઉન દરમિયાન પણ રોટલો અને ઓટલો સમયસર મળી રહ્યોં છે. જિજ્ઞા શેઠની નાનકડી આ પહેલ એ ગુજરાત સહિત દેશની તમામ મહિલાઓ અને સેવાભાવીઓ માટે સાચે ખૂબ જ પ્રેરણાદાયી છે.