Ahmedabad News: ભારતીય વિજ્ઞાન સંમેલન 2023 અનુક્રમે સાયન્સ સીટી અમદાવાદ ખાતે કોન્ફરન્સ તેમજ વૈજ્ઞાનિક સંશોધનો અને એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પુરુષોત્તમ રૂપાલા મંત્રી ભારત સરકાર એ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
તેમ જ કાર્યક્રમમાં સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુળ સંચાલિત વિશ્વની સ્વામીનારાયણ સંપ્રદાયની એકમાત્ર એવી સ્વામિનારાયણ યુનિવર્સિટીના સંસ્થાપક શાસ્ત્રી સ્વામીપ્રેમસ્વરૂપદાસજી દ્વારા સર્વેને આશિર્વચન આપવામાં આવ્યા હતા. તેમ જ વિજ્ઞાન અને ધર્મના વિશે ઉદાહરણ દ્વારા વિદ્યાર્થી તેમજ સર્વે ઉપસ્થિત ગણોને બિરધાવ્યા હતા.
આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓના વિશેષ સંશોધનોને પ્રોત્સાહિત કરી અને સરકારશ્રીની વિશેષ યોજનાઓનું માર્ગદર્શન આપવા તેમજ વિશેષ વૈજ્ઞાનિકો અને ઉચ્ચ તકની કી તેમજ વૈજ્ઞાનિક સંસ્થાઓના અધિકારીશ્રીઓ દ્વારા આજના યુવાનોને મદદરૂપ બનવા નો હતો.
હદ છે પણ હોં! મુખ્યમંત્રીની જીભ લપસી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી દીધી, ચારેકોર બદનામી થઈ
વાહન ધીમે ચલાવજો બાપલિયા: કોરોના કરતાં એક્સિડન્ટ વધારે ઘાતક! મોતની સંખ્યાનો આંકડો જાણી ફફડી જશો
VIDEO: કોંગ્રેસના મુસ્લિમ નેતાને જબ્બર પાવર! ચાલુ યાત્રાએ એક શખ્સને નેતાજીએ જોરદાર લાફો ઝીંકી દીધો
આ કાર્યક્રમ 21 થી 24 ડિસેમ્બર દરમિયાન સાયન્સ સીટી ખાતે યોજવામાં આવેલ હતો જેમાં રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ના બે લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમજ તજજ્ઞો જોડાયા હતા.