અમદાવાદમાં દિવ્યાંગ દિવસ નિમિત્તે પ્રક્ષાચક્ષુ મિત્રો માટે ગાયનની સ્પર્ધા, આખા ગુજરાતમાંથી 31 કલાકારોએ પોતાના સુર રેલાવ્યા

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

અમદાવાદમાં વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે એક સરસ ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના સેવાભાવી ગૃપ રોટ્રેક્ટ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઈન્ડનું આ આયોજન ખુબ જ સફળ રહ્યું હતું.

ગાયન સ્પર્ધામાં આખા ગુજરાતમાંથી 31 જેટલા દિવ્યાંગોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. દિવ્યાંગોનું ગાયન ટેલેન્ટ બહાર આવે એ માટે આ ગૃપ સરસ કામ કરી રહ્યું છે.

સ્પર્ધામાં કુલ 3 નંબર આપવામાં આવ્યા અને એકંદરે રૂપિયા 1000,700 અને 500 કેશ પ્રાઈઝ આપવામાં આવી. આ સાથે જ દરેક સ્પર્ધકને પણ પ્રોત્સાહન રૂપે રૂ.100 કેશ આપવામાં આવેલા.

આ ગૃપ વિશે વાત કરીએ તો જે 30 વર્ષથી કાર્યરત છે અને બધા જ પ્રજ્ઞાચક્ષુ મિત્રો ચલાવે છે.

બ્લડ ડોનેશન કેમ્પ, પ્રજ્ઞાચક્ષુઓને પરીક્ષામાં વ્રાઈટર, ગરીબ છોકરાઓને ભણતર અને જમવાનું, ધો 10 અને ધો 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં શુભકામનાઓ પાઠવવી, ગરીબ દિવ્યાંગોને કોરોના વખતે કિટ આપવી.. વગેરે જેવા અનેક સેવાના કામો રોટ્રેક્ટ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઈન્ડ છેલ્લા 30 વર્ષથી કરી રહ્યું છે.


Share this Article