ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં એક પછી એક કટ્ટરપંથીઓ ઉઘાડા પડતા જઇ રહ્યા છે. એટીએસને કમર ગની જ આ કેસમાં મહત્ત્વનો ભેજાબાજ હોવાનું લાગી રહ્યું છે. હત્યા કેસની તપાસમાં છ્જીની તપાસમાં કમર ગનીની બેંક ડિટેલ્સમાં પણ ઘટસ્ફોટ થઇ રહ્યો છે. જેની તપાસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) પણ ટુંક જ સમયમાં જાેડાશે. મૌલાનાએ ૨૦૨૧માં બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. ૧૧ લાખથી વધુ રૂપિયા હતા અને એમાંથી તેણે અલગ અલગ લોકોને પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
તપાસમાં ઘટસ્ફોટ થયા મુજબ, ઈદ પર કુરબાની માટે પણ મૌલાનાએ પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ત્રિપુરામાં હેઠળ કેસ નોંધાયો તો તેના વકીલને પણ ૧.૫૦ લાખ એમાંથી આપ્યા હતા. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ માટે મૌલાનાના વધુ રિમાન્ડ માગવામાં આવશે. આ સાથે જ તેના બીજા સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા, એની અને હવાલાથી પૈસા મોકલ્યા હતા કે નહીં એની શંકાના આધારે હવે ઈડ્ઢ પણ આ મામલે તપાસમાં જાેડાશે.આ મુદ્દે કમર ગનીનો મોબાઈલ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
દિલ્હીના મૌલાના કમર ગની, અમદાવાદના મૌલાના આયુબ અને શબ્બીર સિવાય કેટલા લોકો કટ્ટરતાના નામે અનેક લોકોને ટાર્ગેટ બનાવવા માગતા હતા. આ અંગે હવે સોશિયલ મીડિયા મહત્વની કડી સાબિત થશે. ગુજરાત એટીએસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, મૌલાના કમર ગનીનો મોબાઈલ અને અન્ય બાબત અમારા માટે મહત્ત્વનાં છે. કમર ગનીની સોશિયલ મીડિયા ચેટ અને અન્ય બાબત અંગે હવે હ્લજીન્ને ડિવાઇસ આપવામાં આવ્યા છે, જેમાંથી હવે જે ડેટા રિકવર થશે, એના આધારે જ ગુજરાતમાં કટ્ટરતા અને કમર ગનીના તાર ક્યાં સુધી ઘૂસેલા છે એ જાણવા મળશે.