તમામ સ્થળોએ ટ્રાફિકની સમસ્યાઓ આજે વધી રહી છે. ખાસ કરીને મોટા શહેરોમા ટ્રાફિકને કારણે લોકો ભારે હેરાન થતા હોય છે. ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે અત્યાર સુધીમા અનેક નિતી નિયમો પણ બનાવવામા આવ્યા છે. આ વચ્ચે અમદાવાદવાસીઓ માટે વધુ એક નિયમ બનાવામા આવ્યો છે. શહેરના સરખેજ-ગાંધીનગર રોડ, સિંધુ ભવન રોડની આસપાસ 70 કીમી પ્રતિ કલાકથી વધુની ઝડપે હવે તમને વાહન ચલાવવુ ભારે પડી શકે છે.
મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે 15 ઓક્ટોબરનથી વિવિધ પ્રકારના વાહનો માટે સ્પીડ લિમીટ જાહેર કરી છે જે મુજબ શહેરની મર્યાદામાં કારની ઝડપ મહત્તમ 70 કિમી પ્રતિ કલાક હોવી જોઇએ. આ વિશે વિગતે વાત કરીએ તો 100 CCથી વધુ ડિસ્પ્લેસમેન્ટ મોટરસાઇકલ માટે મર્યાદા 60 કિમી પ્રતિ કલાક, 100 CCથી ઓછી હોય તેવા વાહન માટે 50 કિમી પ્રતિ કલાકની મર્યાદા છે.
મળતી માહિતી મુજબ એક્સપ્રેસ વે પર કારની સ્પીડ લિમીટ 120કિમી પ્રતિ કલાક છે અને ડિવાઇડર અને ચાર કે તેથી વધુ લેનવાળા હાઇવે પર તેની મર્યાદા 100 કિમી પ્રતિ કલાક રહેશે. આ સાથે સ્ટેટ હાઇવે પર તે 80 કિમી પ્રતિ કલાક છે.
આ નિયમોનુ સરખી રીતે પાલન થઈ શકે તે માટે શહેર ટ્રાફિક પોલીસે એસજી રોડ, એસપી રીંગ રોડ અને સિંધુ ભવન રોડ પર અને તેની આસપાસના રસ્તાઓ પર સ્પીડ ગન સાથે ઇન્સ્પેક્ટર ગોઠવી દીધા છે. ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડ અંગે વાત કરતા એક અધિકારીઓએ જણાવ્યું છે કે આ નિયમનો ભંગ પહેલી વખત કરનાર માટે રૂ. 2000નો દંડ, બીજી વખત રૂ. 4000, ત્રીજી વખત લાઇસન્સ સસ્પેન્ડ કરી નાખવામા આવશે.