અમદાવાદમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહી પ્રેમપ્રકરણમા ભાભીને તેના દિયર સાથે સંબંધ બંધાયા હતા. આ બાદ ભાભીએ પોતાની નાની બહેનના લગ્ન જ દિયર સાથે કરાવી દીધા જેથી પોતાનું પ્રેમપ્રકરણ ચાલુ રહી શકે. આ વિશે વિગતે વાત કરીએ તો આ યુવતીને છેલ્લા 15 વર્ષથી દિયર સાથે પ્રેમસંબંધ હતો અને તે ચાલુ રહી શકે તે માટે દિયરને પોતાની જ નાની બહેનના દિયર સાથે લગ્ન કરાવી દીધાં.
આ બાદ આ આખો ખેલ ત્યારે ખુલ્લો પડ્યો જ્યારે મોબાઈલમાં મોટી બહેન અને પતિ વચ્ચેની વાતો અને ફોન કોલ જોયા. આ બાદ તરત જ મહિલાની બહેને અભયમ હેલ્પલાઇન 181ની મદદ લીધી અને ભાભી-દિયરમાંથી જીજા સાળી બનીને પ્રેમ સંબંધનો અંત આવ્યો. આ સાથે હવે પતિ-પત્ની અલગ રહેવા જશે તેવી બાંહેધરી પણ યુવકે આપી.
પીડિત મહિલાએ જણાવ્યુ હતુ કે પતિએ મારઝુડ કરી ઘરમાંથી કાઢી મૂકી છે અને હવે ઘરમાં રહેવાની ના પાડે છે. તે અયોધ્યાની રહેવાસી છે અને 1 વર્ષ પહેલાં જ સંજય સાથે તેના લગ્ન થયા છે. આ જ ઘરામા મોટી બહેનના લગ્ન 15 વર્ષ પહેલાં થયા હતા અને પરિણીતાનો પતિ હંમેશા મોબાઈલમાં વ્યસ્ત રહેતો. બીજી તરફ મોટી બહેન પણ ઘરમાં સતત કામ કરાવતી રહેતી જે બાદ તેને શંકા ગઈ અને મોટી બહેન અને પતિ સંજય વચ્ચેની ચેટ અને ફોન કોલ જોયા.