અમદાવાદના આ સોની પરિવારે અનોખી રીતે કરી દીકરીના જન્મ દિવસની ઉજવણી, એક પણ રૂપિયો લીધા વગર 25 દીકરીઓના કરાવ્યા લગ્ન

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

અમદાવાદના એક પરિવારે દીકરીના જન્મ દિવસની ઉજવણી ખુબ જ અનોખી રીતે કરી હતી જે બાદ ચારેતરફ આ પરિવારની વાહ વાહ થઈ રહી છે. પાર્ટી કે ડાન્સ પાર્ટીના ક્રેજ વચ્ચે અમદાવાદના આ પરિવારે દીકરીના જન્મ દિવસ નિમિતે અલગ અલગ જ્ઞાતિની 25 દીકરીઓના સમૂહ લગ્ન કરીને ઉજવણી કરી હતી. શહેરના નિકોલ વિસ્તારમાં રહેતો આ પરિવાર વ્યવસાયે સોનાની દુકાન ચાલ્વે છે.

દીકરી ચાર્વીના જન્મ દિવસ પર ગીરીશ સોની અને ભાવિક સોનીએ નક્કી કર્યુ કે તેઓ અનોખી ઉજવણી કરશે. આ બાદ 11 ડિસેમ્બર 2022એ ચાર્વીના જન્મ દિવસ પર આ સમુહ લગ્ન કરવા એક વર્ષ પહેલાથી આયોજન કર્યુ હતુ. આ સર્વજ્ઞાતિ સમુહ લગ્નમા આર્થિક રીતે અશક્ત હોય તેવી 25 દીકરીઓના લગ્ન કરાવવામા આવ્યા હતા. આ કાર્ય સોની અને પાંડે પરિવારે મળીને કર્યુ હતુ. ગીરીશ સોનીની સાથે મંગેશ રામુજી પાંડેના આ સામાજિક કાર્યની ચારે તરફ વાહ વાહ થઈ રહી છે.

આ વિશે વિગતે વાત કરતા ગીરીશ સોનીએ જણાવ્યું કે આ મોંઘવારીના સમયમાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો માટે દીકરીના લગ્ન એ અઘરુ થઈ ગયું છે અને દીકરીઓનું કન્યાદાનથી મોટુ કોઈ પુણ્યનુ કામ નથી.

આ બાદ અમે આ કામ ઉપાડ્યું હતું અને એક વર્ષ અગાઉથી આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ. એક પણ રૂપિયો લીધા વગર આ પરિવારે 25 દીકરીઓના સમુહ લગ્ન કરાવ્યા છે. વધુમા આ લ્ગ્ન પ્રસંગ દરમિયાન બ્લડ ડોનેશનનું આયોજન પણ કરાયુ હતુ જેમા વર કન્યાએ ચોરીએ ચડતા પહેલા બ્લડ ડોનેશન કર્યું હતુ.

 


Share this Article