અજાણ્યા ઈસમે IPS સફિન હસનના નામે યુવતીને કર્યા ગંદા કોલ અને મેસેજો, યુવતીએ વીડિયો કોલ કરવાનુ કહેતા ફૂટ્યો ભાંડો, સાયબર ક્રાઈમ પોલીસે શરૂ કરી તપાસ

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

યુવાનોથી લઈને નાના બાળકો અને વ્રુદ્ધો પણ સોશિયલ મીડિયોનો આજે ભરપૂર ઉઅપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયોના ફાયદા અને નૂકશાન બને છે અને તેથી જ તેનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો જોઈએ. ફરી એકવાર સોશિયલ મીડિયાનો દૂરઉપયોગ થયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતના જાણીત્તા IPS સફિન હસનના નામે કોઈ અજાણ્યા ઈસમે યુવતી ફસાવી હોવાના સમાચાર સામે આવ્યા છે.

આ વિશે વિગતે વાત કરીએ તો ઈસમે સફિન હસનના નામે પહેલા તો યુવતી ફ્રેન્ડશીપ કરવા અશ્લીલ મેસેજ મોકલયા છે. આ યુવતી અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહે છે અને અહી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. યુવતીના ફોન પર થોડા દિવસો પહેલા અજાણ્યા નંબરથી મેસેજો આવવા લાગ્યા. આ દરમિયાન યુવતી ઇસમને ઓળખતી નથી તેમ કહી વાત કરવાની ના પાડી. આ પછી પણ ઇસમ તેને મેસેજ કરતો રહ્યો.


આ બાદ યુવતીએ તે નંબર જ બ્લોક કરી નાખર્તા થોડા દિવસ બાદ આ ઈસમે અજાણ્યા નંબર ઉપરથી ફોન કરીને પોતે આઈપીએસ ઓફિસ સફીન હસન બોલે છે તેમ જણાવ્યુ. હવે યુવતીને શંકા થઈ અને તેણે આ ઈસમને વીડિયો કોલ કરવા કહ્યું ત્યારે ઈસમે ન પાડી જે બાદ યુવતીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ.

આ પછી પણ ઈસમ ચૂપ ન બેઠો અને અવારનવાર અલગ-અલગ નંબર પરથી યુવતીને ફોન કરતો રહ્યો, વોટ્સએપ પર અશ્લીલ મેસેજો મોકલતો રહ્યો. આખરે યુવતીએ આ બધાથી કંટાળીને પોલીસ તમામ વાત કહી. હવે આ મામલે શાહીબાગ ક્રાઈમમાં ફરિયાદ નોંધાવામા આવી છે અને સાયબર ક્રાઈમ પોલીસે તપાસ ચાલુ કરી છે.

 

 


Share this Article
TAGGED: