Gujarat Weather: હાલમાં આખા દેશમાં વર્લ્ડ કપ ફાઈનલને લઈ મોટી મોટી તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ હવામાન વિભાગની વેબસાઇટ પર 24 નવેમ્બર સુધી ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તે અંગે આગાહી કરી છે.
જેમાં તેમણે જણાવ્યુ છે કે, હાલ ઉત્તર- પુર્વથી પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. સાત દિવસ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની કોઈ જ શક્યતા જોવામાં આવી રહી નથી. ક્રિકેટ રસિયાઓ માટે આ સારા સમાચાર કહેવામાં આવી રહ્યા છે.
19મી તારીખે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ, દાદરા નગર હવેલી તથા ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન સરસ અને શુષ્ક રહેશે. હાલ વરસાદની કોઇ આગાહી નથી. અમદાવાદ હવામાન વિભાગે 18મી તારીખથી 24મી નવેમ્બર સુધી આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ, દાદરા નગર હવેલી તથા ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે. વરસાદનું ક્યાંય ટીંપુ પણ નહીં પડે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની વાત સાંભળીએ તો તાજેતરમાં કરેલી આગાહીમાં વરસાદની શક્યતાઓ નહિવત હોવાની વાત કરવાની સાથે રાજ્યના કેટલાક વિસ્તારમાં 21થી 25 નવેમ્બર દરમિયાન કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
છઠ પહેલા જ સરકારે આપી સૌથી મોટી ભેટ, LPG સિલિન્ડરના ભાવમાં સીધો 50 રૂપિયાનો ઘટાડો
નવા વર્ષની મજેદાર ખબર: આ ગેજેટ વીજળીનું બિલ સીધું અડધું કરી નાખશે, કિંમત 400 રૂપિયાથી પણ ઓછી
પરેશે ખેડૂતો માટે શિયાળુ પાકની વાત કરીને માહિતી આપી છે કે, 20-25 દિવસ શિયાળો મોડો છે. આ સાથે તેમણે 18 નવેમ્બરથી તાપમાન નીચું આવવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. હાલમા આ આગાહી પછી ક્રિકેટ રસિયાઓની મજ્જા બમણી થઈ ગઈ છે.