મેજર સર્જરી માટે અ’વાદનો ધક્કો બચશે, આવતા મહિનાથી એઈમ્સ શરૂ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

સૌરાષ્‍ટ્રવાસીઓ માટે સારા સમાચાર આ વર્ષના અંતે આવવાના છે. રાજકોટની ભાગોળે 250 બેડની મલ્‍ટીસ્‍પેશ્‍યાલીટી સુવિધાથી સજ્જ એઈમ્સ શરૂ થઈ જશે. 1 વર્ષના વિલંબ બાદ આખરે રાજકોટ એઇમ્‍સ ધમધમતી થવાની છે. જે માટેની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ચૂકી છે. જે હવે આખરી તબક્કામાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે.

સૌરાષ્‍ટ્રનાં 12 જિલ્લાઓના લોકોને સુપર સ્‍પેશ્‍યાલીટી સારવાર માટે અમદાવાદ જવું નહિ પડે. એઈમ્સમાં સારવાર થતા લોકોને ઘર આંગણે આનો ફાયદો મળી રહેશે. રૂપિયા 1200 કરોડનો ખર્ચે, 24 વિભાગો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 200 ડોકટર્સ અને 300 નર્સિંગ સ્‍ટાફ ફરજ અદા કરશે. રાજકોટમાં નિર્માણ પામેલી એઇમ્‍સ હોસ્‍પિટલ ફુલ ફલેજડ તૈયાર થઇ ગઈ છે. ડિસેમ્‍બરના અંતથી 250 બેડની સુવિધા સાથે તે શરૂ થશે.

જોકે એક વર્ષના વિલંબ પછી પણ તેની નકકી કરેલ ક્ષમતા 750 બેડના એક તૃત્‍યાંશ જેટલી જ ચાલુ થશે. રાજકોટમાં નિર્મિત એઈમ્‍સ ડીસેમ્‍બરના છેલ્લા સપ્તાહમાં 250 બેડ સાથે શરૂ થશે. ડીસેમ્બર મહિનામાં તેનું લોકાર્પણ કરવામાં આવી શકે છે. આ અંગેની એક તારીખ મેળવવા આરોગ્‍ય મંત્રાલયે પીએમઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. પ્‍લાન અનુસાર, ડીસેમ્‍બર 2022 માં 250 બેડનો ઇન્‍ડોર પેશન્‍ટ ડીપાર્ટમેન્‍ટ (આઇપીડી) કાર્યરત થવાનો હતો. ઓકટોબર 2023 થી હોસ્પિટલ શરૂ થવાની હતી.

એઈમ્‍સ કેમ્‍પસનું નિર્માણ કાર્ય જાહેર ક્ષેત્રની કંપની હોસ્‍પિટલ સર્વિસીસ કન્‍સલ્‍ટન્‍સી લીમીટેડને સોંપાયુ હતું. જેણે આ કામ સબ કોન્‍ટ્રાકટમાં આપ્‍યું હતું. જેમાં મોડું થયું છે. જો કે જામનગર રોડથી હોસ્‍પીટલ પહોંચવાનો રોડ એકદમ ઉખડખાબડ છે, જે રાજકોટ કોર્પોરેશનના કાર્યક્ષેત્રમાં આવે છે. આ ઉપરાંત એક રેલવે ક્રોસીંગ આ એપ્રોચ રોડ પર આવે છે. આ રોડને વ્યવસ્થિત કરવા અને ઓવરબ્રીજ માટેનો એપ્રોચ કરવા પણ તંત્ર સુધી અપીલ પહોંચી ચૂકી છે. ટૂંક સમયમાં આ રોડનું કામ પણ ચાલું થાય એવા એંધાણ છે. આ પહેલા પણ ક્લેકટરે હોસ્પિટલ સાઈટની મુલાકાત લીધી હતી.


Share this Article