ધંધૂકામા થયેલા કિશનભાઈ ભરવાડ હત્યા કેસ મામલે હવે ગુજરાતનુ વાતાવરણમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે આજે અલ્પેશ ઠાકોર કિશનભાઇનાં પરિવારજનોને મળ્વા પહોચ્યા હતા. આ દરમિયાન અલ્પેશ ઠાકોરે કિશનભાઈની નાનકડી દીકરીને આર્શીવાદ રૂપી રૂ. 1 લાખ આપ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.
આ મામલે જગદીશભાઇ ઠાકોર પણ ચચાણામા કિશન ભરવાડના પરિવારજનોને મળવા ગયા હતા અને કેસની ન્યાયિક તપાસની માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. આ સિવાય ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ પરિવારજનો મળ્યા હતા.