હાલમાં ગુજરાતમાં અલગ અલગ શહેરના લઘુતમ તાપમાન જોઈએ તો નલિયામાં લઘુતમ તાપમાન 13.8 ડીગ્રી નોંધાયું છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 16.5 ડીગ્રી, અમરેલીનું લઘુતમ તાપમાન 16 ડીગ્રી, વડોદરાનું લઘુતમ તાપમાન 17 ડીગ્રી, ગાંધીનગરનું લઘુતમ તાપમાન 14.9 ડીગ્રી, ડીસાનું લઘુતમ તાપમાન 14. 6 ડીગ્રી નોંધાયું છે. તો આ વચ્ચે જ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે નવી આગાહી કર છે. 25 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે અને 22થી 25 ડિસેમ્બર સુધી ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની શક્યતા છે.
અંબાલાલે જણાવ્યું કે હવે ગુજરાતમાં ઠંડીની શરુઆત થશે અને 25થી 30 ડિસેમ્બર સુધી કડકડતી ઠંડી પડશે, જ્યારે માવઠું પણ થશે. આ સાથે જ વારંવાર વાતાવરણાં પલટો આવવાની વાત કરી. 12 અને 13 જાન્યુઆરી દરમિયાન દરિયા કિનારે જોરદાર પવન ફુકાશે સાથે જ હવામાનમાં પલટો આવશે. 17 અને 18 જાન્યુઆરીએ પણ હવામાનમાં પલટો આવશે અને 20 જાન્યુઆરીએ ઠંડી વધુ પડશે. ઉતર મધ્ય ગુજરાત વિશે વાત કરી તે ત્યાં લઘુતમ તાપમાન 8 ડીગ્રીથી નીચું જવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં નલિયામાં લઘુતમ તાપમાન 5 ડીગ્રી અસપાસ રહેવાની શક્યતા છે.
પટેલે આગળ જણાવ્યું કે બનાસકાંઠાના ભાગોમાં બેચરાજી, સમી હારીજમાં ઠંડી વધુ રહેવાની શકયતા છે. અમદાવાદ વડોદરામાં પણ ઠંડીનું જોર 25 ડિસેમ્બર બાદ વધશે. ઠંડીના કારણ કૃષિ પાકો સારા થવાની પણ શક્યતા છે. હાલ બેવડી ઋતુના કારણે કૃષિ પાકમાં જીવાત ધીરે-ધીરે દૂર થશે. જાન્યુઆરીમાં વારંવાર હવામાનમાં પલટો આવશે અને વાદળછાયુ વાતારણ જોવા મળશે. જ્યારે અમુક ભાગમાં માવઠું થવાની શક્યતા છે.