Gujarat News: ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ક્યારે વધશે તે અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે વરસાદની બે સિસ્ટમ બનશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી. બે-બે વરસાદી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ કરાવશે.
આગાહી પ્રમાણે વાત કરીએ તો આજથી એટલે કે 20થી 30 ઓગસ્ટ સુધી બે વરસાદી સિસ્ટમ બનશે. 20થી 25માં અરબ સાગરની સિસ્ટમ વરસાદ આપશે. 20મી ઓગસ્ટથી અરબ સાગરમાં સિસ્ટમ બનશે. ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ કર્ણાટક સુધી વરસાદ લાવશે. લો પ્રેશર બનથા મહારાષ્ટ્રમાં પણ વરસાદ થશે. જ્યારે ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. તો વળી 25થી 30 ઓગસ્ટમાં ફરી એક વરસાદી રાઉન્ડ આવશે. 20થી 25માં અરબ સાગરની સિસ્ટમથી વરસાદ પડશે.
અંલાબાલે કહ્યું કે 25થી 30માં બંગાળ ઉપસાગરની સિસ્ટમની અસર જોવા મળશે. 25મીથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે. 25થી 30માં ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે 23 ઓગસ્ટ બાદ ગુજરાતમાં બખ્ખા બોલાવશે. પર્વત આકારનો મેઘ, જ્યાં ચડે ત્યાં પડે અને જ્યાં પડે ત્યાં ભારે થઈને વરસાદ પડે તેવી આગાહી છે.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
જો કે એક વાત એવી પણ છે કે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે સોમવારે પોતાની આગાહીમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાત પર જે ઓફશોર ટ્રફ હતુ તે હવે નથી રહ્યું તથા આ ઉપરાંત અન્ય કોઇપણ વરસાદની સિસ્ટમ એક્ટિવ નથી.