રાજ્યમાં તહેવારો ચાલુ થવાના છે અને આ પહેલા વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આ આગાહી કરવામા આવી છે. આ આગાહી મુજબ આગામી દિવસોમા રાજ્યમાં હળવા વરસાદી માહોલ જોવા મળશે. વરસાદી વાતાવરણ 30 અને 31 ઑગષ્ટથી ચાલુ થઈ જશે. ગણેશ ચતુર્થીના તહેવાર પર હળવો વરસાદ જોવા મળશે.
આવતા સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ વરસાદ પડશે અને 5 સપ્ટેબર સુધી આ માહોલ જોવા મળશે. આ સિવાય 8થી 11 સપ્ટેબર દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબકવાની સંભાવના છે.
આ સિવાય હવામાન વિભાગે પણ આગાહી કરી છે આગામી 5 દિવસ સુધી રાજ્યભરમા સામાન્ય વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળે એવી સંભાવના છે. હાલ . રાજ્યભરમાં ભારે વરસાદ જોવા મળશે નહી. આ સિવાય કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે.
આ સિવય અન્ય 8 જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપી દીધુ છે જેમાં અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર અને દાહોદનો સમાવેશ થાય છે.