ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી અને આખા દેશમાં વરસાદને લઈ અંબાલાલે કરી ઘાતક આગાહી, જાણીને ધ્રુજી ઉઠશો!

Lok Patrika
By Lok Patrika
Gujarat Weather: Lokpatrika,
Share this Article

Gujarat Weather: હાલમાં અંબાલાલ પટેલની એક આગાહી ખુબ ચર્ચાઈ રહી છે કે નવરાત્રિમાં વરસાદ ખાબકશે. તેમણે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. તાપી, સુરત, નવસારી, ડાંગ, આહવાના ભાગોમાં વરસાદની શક્યતા છે. જો કે સાથે જ તેમણે કહ્યું કે 7 ઓક્ટોબર પછી ચક્રવાત બનવાની સંભાવના છે. જેમાં 12 થી 15 ઓક્ટોબર દરમિયાન ભારે વાવાઝોડાની સંભાવના છે. એટલે હવે વાવાઝોડું પણ આવવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે આ વખતે એક પછી એક પશ્ચિમી વિક્ષેભ આવતા અને ઉત્તર ભારતમાં ઠંડી જલ્દી આવશે. બીજી બાજુ વહેલી સવારે અને મોડી રાતે ગુલાબી ઠંડી હાલમાં જ લોકો અનુભવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરવામા આવી છે. જળની અસરના કારણે ગુજરાતમાં પણ વહેલી સવારે અને રાત્રે ઠંડા પાવનોના કારણે ઠંડક વધશે.

હાલની ગરમીમાં ઘટાડો થશે. 5-6-7 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળો આવશે. જેમાં બેવડી ઋતુનો અનુભવ થશે. જનધનમાં રોગ આવવાની શક્યતા છે. આગામી ચાર પાંચ દિવસ પણ હવામાન સામાન્ય રહેવાની શક્યતા છે. એટલે આગામી દિવસોમાં 22થી 24 ડિગ્રી સેલ્શિયસ તાપમાન રહેવાની શક્યતા છે.

1000થી વધારે લોકોના લાશોનો ઢગલો…. આજથી બરાબર 55 વર્ષ પહેલા પણ સિક્કિમમાં કુદરતે કહેર મચાવ્યો હતો

અમિતાભ બચ્ચન પૈસા કમાવાની જગ્યાએ લૂંટાઈ ગયા, ફરિયાદ નોંધાતા હવે 10 લાખનો દંડ ભરવો પડશે!

ઘોર કળિયુગનો બાપ! માતાએ તેના સગા દીકરાને કાપી નાખ્યો અને પછી ઉકાળીને ખાઈ ગઈ, કારણ જાણીને ગાળો ભાંડશો

અંબાલાલે બીજા રાજ્યો માટે આગાહી કરી કે 7 થી 10 ઓક્ટોબરે દેશના ઉતરીય પર્વતીય પ્રદેશો પંજાબ, રાજસ્થાન, હરિયાણામાં કરા સાથે વરસાદ થશે, જેની અસર ગુજરાતમાં 100 ટકા જોવા મળવાની છે. ત્યાર બાદ પણ પશ્ચિમી વિક્ષેભ આવશે. સીઝનની પહેલી હિમવર્ષા 7-9 ઓક્ટોબરમાં થશે. 12 ઓક્ટોબર સુધીમાં બંગાળના ઉપસાગરમાં તબાહી મચે તેવી શક્યતા છે. 12 ઓક્ટોબરે અરબસાગરમાં પણ હલચલ થવાની અંબાલાલની આગાહી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly