Gujarat News : રાજ્યમાં ગત ત્રણ ચાર દિવસોના પ્રમાણમાં વરસાદનું જોર ઓછુ થયું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (State Emergency Operations Center) દ્વારા મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ 100 ટકા પૂર્ણ થયો છે. તો બીજી બાજુ હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરતા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતમાં આજનો દિવસ હજી ભારે રહેશે.
મંગળવારે બપોરે અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના (Ramashray Yadav) જણાવ્યા પ્રમાણે, આજે પણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. આજે કચ્છ, જામનગર, દ્રરકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. જે બાદ આવનારા દિવસોમાં વરસાદમાં ઘટાડો જોવા મળી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે પોરબંદર, જામનગર, દ્વારકા, કચ્છમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ થઇ શકે છે. ઉત્તર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની સંભાવનાછે. આ સાથે તેમણે જણાવ્યુ કે, અમદાવાદમાં આજે સામાન્ય વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની આગાહી વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમદાવાદમાં આજે સામાન્ય વરસાદની આગાહી છે. નોંધનીય છે કે, છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે, જેના લીધે વાતાવરણમાં પણ ઠંકડ પ્રસરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, તારીખ 19 અને 20 માં જળ તાંડવ થાય તેવી સંભાવના છે. જેથી જનધનને કાળજી રાખવી પડશે. બનાસકાંઠા અને રાજસ્થાનના સરહદના ભાગોમાં અગમચેતી રાખવાની જરૂર છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ઓક્ટોબર માસમાં બીજી સિસ્ટમ આવશે ત્યારે ચક્રવાતનું પ્રમાણ વધશે, બંગાળના ઉપસાગરમાં બરાબરની હલચલ થશે. નવેમ્બર અને ડિસેમ્બર સુધીમાં ચક્રવાતનું પ્રમાણ રહ્યા કરશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં થોડા થોડા કરીને વરસાદના વધુ ઝાપટાં આવી શકે છે.
જવાન OTT પર સ્ટ્રીમિંગ માટે તૈયાર, શાહરૂખ ખાનની ફિલ્મ ડિલીટ કરેલા સીન સાથે રિલીઝ થશે
અંબાલાલ પટેલે અનુમાન કરતા જણાવ્યુ કે, 20, 21 તારીખોમાં કચ્છના ભાગો અને ઉપર પાકિસ્તાનના ભાગોમાં થઇને સમુદ્રમાં આ સિસ્ટમ જતી રહેશે. આજે 20 તારીખે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યા રહેશે. જેમાં ભાવનગર, ગીર સોમનાથના ભાગોમાં તથા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જેમકે, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં વરસાદ થવાની સંભાવના રહેશે. ત્યારપછી સૌરાષ્ટ્રના કોઇપણ ભાગોમાં વરસાદ થવાની શક્યતા ઓછી રહી શકે છે. આ સિસ્ટમ નબળી છે. આમાં સાર્વજનિક વરસાદ તો છે પરંતુ નબળો છે.