Gujarat News: હાલમાં ગુજરાતનો માહોલ જોવા જઈએ તો સમગ્ર જિલ્લા અને તાલુકામાં વરસાદનાં આ રાઉન્ડે માઝા મૂકી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં દ્વારકાનાં ખંભાળિયામાં સૌથી વધુ 18 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. જ્યારે 12 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે આજે પણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે મેઘરાજા 48 કલાક ગુજરાતને ધમરોળશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદ થશે. આ સાથે જ તેમણે હવે સિસ્ટમ ક્યાં જશે અને કચ્છના ભાગોમાં કેટલા ઇંચ સુધી વરસાદ પડી શકે છે, તે અંગે અનુમાન વ્યક્ત કર્યો છે. રાજ્ય પરથી પસાર થઇ રહેલી મજૂબત સિસ્ટમના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે.
અંબાલાલના કહેવા પ્રમાણે ડીપ ડિપ્રેશન ઓગસ્ટમાં સર્જાયું છે તે જ નવાઇની વાત છે. હજુ પણ દરિયા કિનારે 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એક-બે દિવસ વરસાદ રહેવાની સંભાવના છે. જેમાં દ્વારકા, પોરબંદર, જામનગરના ભગોમાં હજુ પણ વરસાદ રહેશે.
હાલમાં જે વરસાદ પડી રહ્યો છે એ સિસ્ટમ વિશે આગાહી કરતા અંબાલાલે વાત કરી કે આ સિસ્ટમ ધીમે-ધીમે સરકી કચ્છ થઇ અરબ સાગરમાં થઇ પાકિસ્તાન જશે. હમણા લો પ્રેશરની સ્થિતિ રાજસ્થાનના ઉપલા ભાગોમાં છે. હજુ પણ કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છમાં કોઇ-કોઇ ભાગમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે. ગાંધીધામ, મુદ્રા, કંડલા આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા વધારે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને કચ્છના ભાગોમાં વરસાદ અંગે સાચવવાનું રહેશે.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
એ જ રીતે જો હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે, મંગળવારે ગુજરાતમાં 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં દ્વારકાનાં ખંભાળિયામાં સૌથી વધુ 18 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. જ્યારે જામનગરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.