લોકસભા ચૂંટણીને થોડાક મહિનાઓ બાકી છે, ત્યારે અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. હવે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. તે ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, અંબરીશ ડેરની આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે મુલાકાત થઇ ગઇ હતી, જે પછી રાજીનામાની આ તમામ અટકળો અને વાતો વહેતી થઇ હતી.
અંબરીશ ડેરના માતાની નાદુરસ્ત તબિયત હોવાથી તેમની ખબર કાઢવા માટે સીઆર પાટીલ ડેરના ઘરે પહોંચ્યા હતા. હવે આ બધું જોયા બાદ કોંગ્રેસે અંબરીશ ડેર મામલે મોટો નિર્ણય લઈ લીધો છે.કોંગ્રેસે પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિ કરવા બદલ અંબરીશ ડેરને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. અંબરીશ ડેર મામલે કોંગ્રેસની શિષ્ત સમિતીની બેઠક મળી હતી. જેમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો. કોંગ્રેસ માટે ઉત્સાહનો સમય છે કે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે ત્યારે પાર્ટીને વધુ ફટકો પડી રહ્યો છે.
સુત્રો તરફથી માહિતી મળી છે કે, કોંગ્રેસ નેતા અંબરીશ ડેર આવતીકાલે ભાજપમાં જોડાશે. મોટી સંખ્યામાં સમર્થકો સાથે અમરીશ ડેર ભાજપમાં જોડાશે. આવતીકાલે કમલમમાં સી.આર.પાટીલના હસ્તે અંબરીશ કેસરિયો ખેસ ધારણ કરશે.