અમદાવાદ મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગે કચરામાંથી પણ બેસ્ટ કરવાની કામગીરી હાથ ધરી છે. આ સાથે કચરામાંથી નિકળેલી માટીમાંથી પણ કરોડો રૂપિયાની કમાણી શરૂ કરી છે. પિરાણા ડમ્પિંગ સાઇટ પર પ્રતિદિન હજારો મેટ્રિક ટન કચરો ઠલવાય છે. તેની સાથે હજારો મેટ્રિક ટન કચરાને બાયોમાઇનિગ કરી નિકાલ પણ કરાય છે. પરંતુ એએસમી સોલિડ વેસ્ટ વિભાગ પિરાણા કચરામાંથી નિકળેલી માટીનો ઉપયોગ અલગ અલગ પ્રોજેક્ટના પુરાંતના ઉપયોગમાં લેવાઇ રહ્યો છે. ધોલેરા સર પ્રોજેકટ માટે બનતા હાઇવેમા ઉપયોગ લેવાતી માટી પિરાણા ડમ્પિંગ સાઇટ પરથી આપવામા આવી રહી છે.
નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ ધોલેરા સર પ્રોજક્ટ અંતર્ગત ધોલેરા ખાતે બનનાર નેશનલ હાઇવેના પુરાણ માટે એએસમી મદદ કરે છે. એએમસી હદ વિસ્તારમાંથી એકત્ર થતા હજારો મેટ્રિક ટન કચરામાંથી ઉભો થયેલા પિરાણા ડમ્પ સાઇટ પરથી નિકળતી વેસ્ટ માટીનો ઉપયોગ ધોલેરા પ્રોજેકટમાં પુરાણ માટે ઉપયોગ થઇ રહ્યો છે. માટી પણ સોનાના ભાવે અપાઇ રહી છે. કારણ કે, અત્યાર સુધી ધોલેરા પ્રોજેક્ટમાં ૮ લાખ મેટ્રીક ટન માટીનો ઉપયોગ પુરાણમાં થયો છે. દર એક ટન પર એજન્સી એએસમીને નાણા ચુકવી રહ્યા છે. એટલે જ કહેવાય છે કે, સોના કરતા માટીની કિંમત વધુ હોય છે. પીરાણા ડમ્પ સાઇટ પર રહેલા વેસ્ટ કચરાનો બેસ્ટ ઉપયોગ થઇ રહ્યો છે.એએસમી સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યુ હતું કે, અમદાવાદ મહાનગર પાલિકાની પિરાણા ડમ્પિંગ સાઇટ પર પહેલા પ્રતિદિન ૧૨ થી ૧૫ હજાર મેટ્રિક ટન કચરાની બાયોમાઇનિગ પદ્ધતિ કચરાનો નિકાલ થાય છે. પરંતુ કમિશનર એમ થેન્નારસના આદેશ બાદ હવે પિરાણા ડમ્પિંગ સાઇટ પર ૨૪ કલાક કામ ચાલી રહ્યું છે. જેમા પ્રતિ દિન હવે ૨૨ થી ૨૫ હજાર મેટ્રીક ટન કચરાનું બાયોમાઇનિગ થઇ રહ્યું છે.
કચરાના નિકાલમાંથી ૭૦ ટકા માટી નિકળી રહી છે. આ માટીનો ઉપયોગ ધોલેરા પ્રોજેકટમાં બનનાર હાઇવેમાં થઇ રહ્યો છે. હાઇ વેના પુરાણ દરમિયાન જે માટી ઉપયોગ થઇ રહ્યો છે. તે એએસમી પિરાણા ડમ્પ સાઇટ પરથી નિકળતા માટીનો થઇ રહ્યો છે. એએમસી દ્વારા આ માટીની સામે રૂપિયા લેવામાં આવે છે. એજન્સી દ્વારા પિરાણા ડમ્પ સાઇટ પરથી જ માટી સર્વ ખર્ચે લઇ જવાઇ રહી છે.વધુમાં ડાયરેક્ટર સોલંકીએ જણાવ્યુ હતું કે, હાલ બની રહેલ સાબરમતી રિવરફ્રન્ટ ફેજ-૨ માં પણ પિરાણાથી નિકળતી માટીનો ઉપયોગ કરાયો છે. એક અંદાજ મુજબ સાતથી આઠ લાખ મેટ્રીક ટન માટી પિરાણાથી અપાઇ છે. તેમજ સાબરમતી ગાંધી આશ્રમના રિ ડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત ઉપયોગ લેવાય પુરાણની માટી પણ અહીંથી અપાઇ છે. એએમસી વેસ્ટ કચરામાંથી બનેલી માટીથી પણ બેસ્ટ કરોડો રૂપિયાની આવક ઉભી થઇ છે.વધુમાં એએમસી સોલિડ વેસ્ટ ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યુ હતું કે, પિરાણા કચરામાંથી પ્લાસ્ટિક મોટા પ્રમાણમાં આવી રહ્યું છે. આ પ્લાસ્ટિક ઉપયોગ પણ એએમસી દ્વારા કરવામાં આવી રહ્યો છે.
રતન ટાટા માટે ખૂબ જ ખાસ છે આ વ્યક્તિ, રોજ કમાય છે 30 લાખ રૂપિયા, જાણો સંપત્તિ અને કુલ આવક વિશે
પ્રતિ દિન ચારથી પાંચ હજાર મેટ્રીક ટન વેસ્ટ પ્લાસ્ટિકમાંથી ૩ હજાર મેટ્રિક ટન વેસ્ટ પ્લાસ્ટિક રિસાયકલ કરી ઉપયોગ કરાશે.એએસમી દ્વારા ખાનગી એજન્સી કામ અપાયું છે. પિરાણા ખાતે પાંચ એકર જમીન એએસમી દ્વારા ખાનગી કંપની લિઝ પર આપી છે. અહીં ખાનગી એજન્સી દ્વારા વેસ્ટ પ્લાસ્ટિકમાંથી સિમેન્ટ થેલી, તેમજ પ્લાસ્ટિક ગંઠા તૈયાર કરી બોયલરમા ઉપયોગ થાય તેવો પ્રદાર્થ તૈયાર કરાશે.જેમાં ખાનગી એજન્સી એએસમી વેસ્ટ પ્લાસ્ટિકના કચરાની રોયલટી પેટ વાર્ષિક ૫૧ લાખ રૂપિયા આપશે. આમ , શહેરમાં પિરાણા ડમ્પીગ સાઇટ એક સમય માટે એએસમી માટે માથાનો દુખાવો આજે પૈસા કમાઇ આપનાર ઢગલો સાબિત થયો છે. કચરાનો પણ સારી રીતે ઉપયોગ કરી એએમસી કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે.