મયુર સિંહ રાણાએ દેવાયત ખવડ પર ઉડાવ્યા હતા બેફામ પૈસા અને દેવાયત ખવડે કર્યા બે મોઢે મયુરસિંહના વખાણ, વાયરલ થયો જૂનો વિડીયો, જાણો શુ છે આખો મામલો

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

હાલમા દેવાયત ખવડ ભારે ચર્ચામા છે કારણ કે સાત ડિસેમ્બરે બે લોકોની સાથે મળીને મયુર સિંહ રાણા નામના વ્યક્તિની ઉપર તેણે પ્રહાર કર્યા હતા. આ બાદ તે ઘટના સ્થળે નાસી છૂટ્યો હતો. હવે પોલીસ દેવાયત ખવડને શોધી રહી છે. આ વચ્ચે દેવાયત ખવડનો એક જુનો વિડીયો વાયરલ થયો છે.

આ વીડિયો દેવાયત ખવડ અને મયુર સિંહ રાણાનો છે જેમા જોઈ શકાય છે કે મયુર સિંહ રાણા દેવાયત ખવડના સ્ટેજના પ્રોગ્રામ પર પૈસા ઉડાવી રહ્યો છે. બીજી તરફ દેવાયત ખવડ પણ મયુર સિંહ રાણાના બે મોઢે વખાણ કરી રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે જે બાદ હવે અનેક નવા સવાલો સામે આવી રહ્યા છે. આ અગાઉ બે દિવસ પહેલા મયુર સિંહ રાણાના પરિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમા તેના ભાઈ પ્રદીપસિંહ ઝાલાએ કહ્યુ હતુ કે દેવાયત ખવડને ખૂબ જ મોટી પોલીસ સાથે સાથ ગાંઠ છે. જો આવનારા 48 કલાકમાં જો દેવાયતને પકડવામાં નહીં આવે તો અમે આંદોલન કરીશું.

 


Share this Article