પ્રિતેશ દરજી (પંચમહાલ )
હાલોલ પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ડહોળુ અને દુર્ગંધ મારતુ હોવાથી લોકોમાં રોષ વ્યાપ્યો હતો. હાલોલના રીગલ ટેલરની બાજુમાં પીવાના પાણીના નળ માં દુર્ગંધ મારતું તેમજ ફીણ વાળું પાણી આવતા લોક પ્રશ્નો ઉઠવા પામ્યા હતા. શિયાળાની ઋતુમાં એક બાજુ ઋતુજન્ય રોગચાળો ફાટી નિકડવાની ભીતિ સેવાઇ રહી છે તો બીજી બાજુ કોરોનાના સતત વધતાં કેસ પણ ચિંતા વધારી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે પીવાના પાણીના નળમાં દુર્ગંધ મારતું તેમજ ફીણ વાળું પાણી આવતા લોકોમાં રોષની લાગણી ફેલાણી હતી.
હાલોલ પાલિકા દ્વારા નગરજનો ને રોજિંદા વપરાશ તેમજ પીવા નું પાણી પાઇપ લાઈન દ્વારા પુરૂ પાડવામાં આવે છે. કોરોનાના કેસ વચ્ચે ખરાબ પાણીથી પાણી જન્ય રોગ થવાની શક્યતા છે. ત્યારે પીવાનું પાણી કાળુ ડિબાંગ તેમજ ફીણ વાળું આવવાથી લોકોમાં રોષ વ્યાપ્યો હતો. પીવા તેમજ રોજીંદા વપરાશ માટે આવતા દુષિત પાણીથી પાણી જન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. ત્યારે ખરાબ પાણી પીવાથી જો રોગચાળો ફાટી નીકળે તો તેના માટે જવાબદાર કોણ ? જેવા લોક પ્રશ્નો ઉઠવા પામ્યા હતા.