કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયાકાંઠેથી અરબી સમુદ્રમાંથી ૧૦ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ પાકિસ્તાની બોટ યાસીનમાં સવાર હતા. આ ઘટના ૮ જાન્યુઆરીની રાત્રે બની હતી. ઓપરેશનના ભાગરૂપે કોસ્ટ ગાર્ડે તેઓને પકડી લીધા હતા. બોટ સહિત પાકિસ્તાનીઓને હાલ પૂછપરછ માટે પોરબંદર લાવવામાં આવી રહ્યા છે.
આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાની બોટ પકડાઈ હોય. આ પહેલા પણ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગુજરાતના દરિયાકાંઠે એક બોટ ઝડપાઈ હતી. જેમાં પાકિસ્તાનના ૧૨ ક્રૂ મેમ્બર હતા. બે દિવસમાં બીજી પાકિસ્તાનની બોટ પકડાઈ છે. આ પહેલા પણ શુક્રવારે પંજાબના ફિરોઝપુર જિલ્લામાં બોર્ડર પર મ્જીહ્લએ પાકિસ્તાનની એક બોટ પકડી હતી.
બીએસએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ દરમિયાન આંતરરાષ્ટ્રીય સરહદ પર બોટ પકડાઈ હતી. આવી બોટનો ઉપયોગ કરીને ડ્રગ્સનો કન્સાઈનમેન્ટ લઈ જવામાં આવે છે. શિયાળા દરમિયાન, પાકિસ્તાનીઓ ગાઢ ધુમ્મસનો લાભ ઉઠાવે છે અને દવાઓનો સપ્લાય કરે છે. તમને જણાવી દઈએ કે, તાજેતરના દિવસોમાં પંજાબમાં પાકિસ્તાનના ઘણા ડ્રોન પકડાયા છે.
નોંધનીય છે કે, ગત ડિસેમ્બર મહિનામાં ગુજરાતના દરિયા કિનારા નજીકથી પાકિસ્તાનની બોટમાંથી ૪૦૦ કરોડ રુપિયાનુ હેરોઈન પકડાયુ હતુ. આ હેરોઈનનુ વજન ૭૭ કિલો જેટલું હતુ. બોટના ૬ ખલાસીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ બોટનુ નામ અલ હુસૈની હતુ અને તે પાકિસ્તાની બોટ હતી. ગુજરાતના એન્ટી ટેરેરિસ્ટ સ્કવોડ અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત રીતે આ આપોરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.
ગુજરાતના ડિફેન્સ પીઆરઓ દ્વારા ટિ્વટ કરીને અપાયેલી જાણકારી પ્રમાણે ભારતીય જળ સીમામાં આ બોટ પ્રવેશી હતી અને તેનુ ચેકિંગ કરવામાં આવ્યુ ત્યારે તેમાંથી ડ્રગ્સ પકડાયુ હતુ.આ ડ્રગ્સની કિંમત ૪૦૦ કરોડ રુપિયા હતી. મહત્તવનું છે કે, છેલ્લા ઘણાં સમયથી ગુજરાતના દરિયા કિનારાના રસ્તે થઈને ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાના અનેક કાવતરા સામે આવી રહ્યા છે.