Ahmedabad News: ગુજરાતમાં (gujarat) દારૂબંધી છે, છતાંપણ આપણે અવારનવાર દારૂની મહેફિલ (Alcohol feast) માણતા લોકોના ઝડપાવવાના સમાચાર સાંભળીએ છીએ. ત્યારે પ્રશ્ન એ થાય કે સાચે જ ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે? અમદાવાદના બોડકદેવના એપાર્ટમેન્ટમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી 7 લોકોની ધરપકડ કરી છે.
સ્થાનિકોએ કરી હતી ફરિયાદ
આ મામલે મળતી માહિતી પ્રમાણે પોલીસને સ્થાનિકોએ ફરિયાદ કરી હતી કે વિશ્વાસ પ્લેટિનમ-1ના મકાનમાં દારૂની મહેફિલ ચાલી રહી છે, જેના આધારે પોલીસે વિશ્વાસ પ્લેટિનમ-1 ખાતે પહોંચી હતી. જ્યાં દારૂની મહેફિલ ચાલી રહી હતી, જે બાદ પોલીસે દારૂની મહેફિલ માણતા 7 લોકોને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, કંપનીમાં કામ કરતા કર્મચારીઓ મકાનમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા.
બે કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરાયા
તાજેતરમાં જ અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસના બે કોન્સ્ટેબલો અને બે ટીઆરબી જવાનોની દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થયા બાદ SPએ બે પોલીસ કોન્સ્ટેબલો અને TRBના 2 જવાનોને ફરજમુક્ત કર્યા હતા.
Dhrol: ધ્રોલ નગરપાલિકાની નાક નીચે ગેકાયદેસર બાંધકામ થતા ફટકારાઈ નોટિસ!
BREAKING: તમિલનાડુના કુન્નુરમાં પ્રવાસીઓને લઈ જતી બસ ખાડામાં પડી, 8ના મોત, 35 ઘાયલ
ભારતે લદ્દાખમાં સૈનિકો માટે બનાવ્યો ‘અદૃશ્ય રોડ’, સૈન્ય સહાય સરળતાથી દૌલત બેગ ઓલ્ડી સુધી પહોંચી જશે
SPએ આપ્યા હતા તપાસના આદેશ
માલપુર પોલીસ સ્ટેશનના 2 પોલીસ કોન્સ્ટેબલોનો દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થયો હતો. આ બાબતને જિલ્લાના પોલીસ અધિકારીઓએ શરમજનક ગણાવી હતી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ SPએ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં દારુની પાર્ટીમાં ખાનગી શખ્શો સાથે માલપુર પોલીસના કોન્સ્ટેબલ વિક્રમસિંહ અને દોલાભાઈ નામના કર્મીઓ હોવાનું ખુલ્યું હતું. જ્યારે હિંમતસિંહ અને વિજય નામના બે TRB જવાન પણ પાર્ટીમાં સામેલ હતા. TRB જવાનોને પણ હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.