Surat News : કથિત ઈસરો (isro) વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી (mitul trivedi) ની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઈમબ્રાંચે મિતુલ ત્રિવેદીની (mitul trivedi) ધરપકડ કરી છે. ચંદ્રયાન-3ની ડિઝાઈન (Chandrayaan-3 design) પોતે બનાવી હોવાનો મિતુલ ત્રિવેદીએ દાવો કર્યો હતો. મિતુલ ત્રિવેદીના દાવા બાદ સુરતમાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ સુરત પોલીસે બેંગલુરુ સ્થિત ઈસરોને મિતુલના ડોક્યુમેન્ટ્સ મોકલ્યા હતા.
ચંદ્રયાન 3 કરતાં સુરતના મિતુલ ત્રિવેદી વધુ ચર્ચામાં હતા
ઈસરોનું ચંદ્રયાન મિશન સફળ રહ્યા બાદ સુરતમાં ચંદ્રયાન 3 જેટલું ચર્મામાં નથી રહ્યું તેના કરતા વધારે પોતાને ઈસરોનો વૈજ્ઞાનિક કહેવડાવતા મિતુલ ત્રિવેદી ચર્ચામાં રહ્યો હતો. તેણે ચંદ્રયાન 3ની ડિઝાઇન બનાવ્યા હોવાનો દાવો કરી મીડિયામાં મોટી પ્રસિદ્ધિ મેળવી લીધી હતી. જોકે તેની વાતો બમગોળા જેવી લાગતા સુરતના સામાજિક કાર્યકરે પોલીસમાં મિતુલ ત્રિવેદી કથિત વૈજ્ઞાનિક હોવાનું કહી તે અંગે તપાસ કરવાની પોલીસને માગ સાથેની અરજી કરાઈ હતી. જેને આધારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તપાસ કરતા આખરે મિતુલ ત્રિવેદી નકલી વૈજ્ઞાનિક હોવાનું સાબિત થયું હતું.
ACP શરદ સિંઘલનું નિવેદન
મિતુલ ત્રિવેદીના ડોક્યુમેન્ટ્સ ખોટા હોવાની માહિતી મળતા તેનો ભાંડો ફૂટ્યો છે. મિતુલ ત્રિવેદી મુદ્દે ACP શરદ સિંઘલે નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે મિતુલ ટ્યૂશન ક્લાસ ચલાવે છે. અને ઈસરોએ મિતુલના ડોક્યુમેન્ટ્સ ખોટા હોવાની પણ પુષ્ટિ કરી છે. આ મામલે મિતુલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
રક્ષાબંધન પહેલા નાની બહેને મોટા ભાઈને કીડનીનું દાન આપીને જીવ બચાવ્યો, આખા ભારતે દીકરીના વખાણ કર્યા
સોના-ચાંદીના ભાવમાં ફરીથી તોતિંગ વધારો થયો, ખરીદવાનો પ્લાન છે તો જાણી લો એક તોલાના નવા ભાવ
મિતુલ ત્રિવેદી ટ્યુશન ક્લાસ ચલાવતો હતો
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, મિતુલ ત્રિવેદી એક ટ્યુશન ક્લાસ ચલાવે છે. પોતાના ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે એટલા માટે તે પોતાને વૈજ્ઞાનિક ગણાવતો હતો. સુરત પોલીસ દ્વારા પોતાને વૈજ્ઞાનિક ગણાવતા મિતુલ ત્રિવેદીનો ભાંડો ફોડ્યો છે. મિતુલ ત્રિવેદી દ્વારા જે લેટર તૈયાર કરવામાં આવ્યા હતા. જો કે, તેણે કઈ જગ્યા પર આ લેટર બનાવ્યો છે. જે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.