નવરાત્રિને લઈ આખા ગુજરાતમાં જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે. એમાં પણ હવે તો સરકારે રાત્રે 12 વાગ્યા પછી પણ ગરમે રમવાની છૂટ આપી છે. ત્યારે નવરાત્રિ પહેલા ઘણા પાર્ટી પ્લોટ અને ક્લબમાં એવા નિયમો આવ્યા હતા કે તિલક કરીને જ પ્રવેશ આપવામાં આવશે. ત્યારે આ જ વાતને લઈ અમદાવાદથી એક સમાચાર સામે આવી રહ્યા છે.
અમદાવાદમાં નવરાત્રિમાં પ્રખ્યાત YMCA ક્લબમાં બબાલ થઈ હતી. ત્યાં એવો નિયમ છે કે ગૌમૂત્ર છાંટીને અને તિલક સાથે જ દરેકને પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે એવું બન્યું કે એક વ્યક્તિ અન્ય ધર્મનો મળી આવ્યો અને પછી તો શું… લોકોએ જબરો ટપલીદાવ રમ્યો અને ગ્રાઉન્ટની બહાર કાઢી નાખ્યો હતો. થોડા સમય માટે હાહાકાર મચી ગયો અને લોકો જોવા માટે ઉમટી પડ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જોરદાર જાહેરાત કરતાં વાત કરી કે ‘નવરાત્રિ મા અંબાનો તહેવાર છે. બધા સાથે મળીને ભક્તિ કરી શકે તે માટે, ગુજરાતની સંસકૃતિ દેશ અને દુનિયામાં પહોંચી છે ત્યારે નવરાત્રિમાં ગરબાની સમયસર શરૂઆત થાય અને વધુમાં વધુ સમય લોકો ગરબા રમી શકે તે માટે વ્યવસ્થા કરાવમાં આવી છે. સંઘવીએ આગળ કહ્યું કે મુખ્યમંત્રીની સૂચનાથી પોલીસને ખાસ સૂચના પણ આપવામાં આવી છે.
સરકારે ઓઈલ કંપનીઓને આપી દીધી મોટી રાહત, ટેક્સમાં આટલો ઘટાડો કર્યો, હવે પેટ્રોલ ડીઝલ સસ્તું થશે જ!
ગરમ કપડાં અને રેઈનકોર્ટ બન્ને કાઢી રાખજો, પારો જોરદાર નીચે ગગડશે, સાથે વરસાદને લઈ પણ ખતરનાક આગાહી
ગરબે રમનાર લોકોને ખલેલ ન પહોંચે, નવરાત્રિનો આનંદ લોકો લઈ શકે તે માટેની વ્યવસ્થામાં મદદરૂપ થાય.’ પોલીસ વડાઓને મૌખિક સૂચના આપી છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ વડાઓને સૂચના આપી હતી.