હાલ કોરોનના વધતા કેસો ચિંતાનો વિષય બન્યો છે, સરકાર દ્વારા અનેક કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ પણ બહાર પાડવામાં આવે છે. ત્યારે કોવિડ-૧૯ના સંક્રમણને રોકવા બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે, તેમજ તેનો અમલ કરવા માટે સૂચનો પણ કરવામાં આવ્યા છે, જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા બહાર પડેલું જાહેરનામું નીચે મુજબ છે. જેનું દરેક નાગરિકે પણ કરવાનું રહેશે.
(A) તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેકસ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/ બજાર/ હાટ, હેર કટીંગ સલુન, બ્યુટી પાર્લર, તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ ચાલુ રાખી શકાશે.
(B) સિનેમા હોલ ૧૦૦ % બેઠક ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
(C) જીમ ૭૫ % ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી. ને આધિન ચાલુ રાખી શકશે.
(D) જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી. ને આધિન ખુલ્લા રાખી શકાશે.
(E) લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૪૦૦ (ચાર સો) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.
(F) અંતિમક્રિયા/ દફનવિધી માટે મહત્તમ ૧૦૦ (એક સો) વ્યક્તિઓની મંજુરી રહેશે.
(G) તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી. ને આધિન ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦ % (મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે.
(H) ધો. ૯ થી પોસ્ટ ગેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦ % વિદ્યાર્થીઓ સાથે બેચવાઈઝ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી. સાથે ચાલુ રાખી શકાશે.
(I) શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે.
(J) શાળા, કોલેજો અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી. સાથે યોજી શકાશે.
(K) વાંચનાલયો ૭૫ % ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી. ને આધિન ચાલુ રાખી શકાશે.
(L) પબ્લિક તથા પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન એ.સી. બસ સેવાઓ ૧૦૦ % ક્ષમતા સાથે (STANDING NOT ALLOWED) જયારે એ.સી. બસ સેવાઓ મહત્તમ ૭૫ % પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સ્પોર્ટ સેવાઓને રાત્રિ કર્ફયુમાંથી મુક્તિ આપવામાં આવે છે.
(M) પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/ સ્પોર્ટ્સ સ્ટેડીયમ/ સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.
(N) ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦ % કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.
(O) વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલ મહત્તમ ૭૫ % કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.
(P) સ્પા સેન્ટરો નિયત કોરોના ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે સવારના ૦૯:૦૦ થી રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે.
(Q) ઉપરોકત તમામ આર્થિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે. જે વ્યક્તિઓના આર.ટી.પી.સી.આર ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં આર.ટી.પી.સી.આર ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી/ હોસ્પીટલની ડિસચાર્જ સમેરીની તારીખથી ૯૦ દિવસ પુર્ણ થયા બાદ તુર્તજ વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. પ્રથમ ડોઝ લીધાને નિયત સમયમર્યાદા પુર્ણ થયેલ હોય તો બીજો ડોઝ પણ લીધેલ હોય તે હિતાવહ રહેશે.
(R) તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ જાહેરનામુ તા.૦૧/૦૧/૨૦૨૨ થી તા.૦૭/૦૧/૨૦૨૨ (બંને દિવસ સહિત) સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લા મહેસુલ વિસ્તારમાં લાગુ પડશે.
આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.ક. ૧૮૮ તથા ગુ.પો.અધિ.ક.૧૩૭ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧ થી ૫૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.