વર્ષના બીજા મહિનામાં એટલે કે ફેબ્રુઆરીમાં ૧૨ દિવસ બેંકો બંધ રહેશે. આ અગાઉ જાન્યુઆરીમાં ૧૬ દિવસની રજા હતી. ફેબ્રુઆરીની ૧૨ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ થાય છે. ફેબ્રુઆરી મહિનામાં વસંત પંચમી અને ગુરુ રવિદાસ જયંતિ જેવા દિવસે બેંકોમાં રજા રહેશે. જાે કે ફેબ્રુઆરી મહિનામાં દેશમાં દરેક જગ્યાએ એકસાથે બેંકો ૧૨ દિવસ બંધ રહેવાની નથી. જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ રજાઓ હોય છે. ફેબ્રુઆરી મહિનામાં આવતી કેટલીક રજાઓ અથવા તહેવારો ચોક્કસ રાજ્ય કે પ્રદેશ સાથે સંબંધિત હોય છે.
તેથી દરેક રાજ્યમાં બેંક રજાઓ અલગ અલગ હોઈ શકે છે. રજાઓની યાદી જાેતા જ તમારે બેંક જવાનો પ્લાન બનાવવો જાેઈએ. જાન્યુઆરીના આ છેલ્લા સપ્તાહમાં પણ બુધવારે એટલે કે ૨૬ જાન્યુઆરીએ બેંકો બંધ રહેશે. આજના ડિજિટલ યુગમાં મોટાભાગના કામ ઓનલાઈન થાય છે. બેંક સંબંધિત કામ પણ હવે ઓનલાઈન થવા માંડ્યા છે. મોબાઇલ બેન્કિંગની સુવિધાએ ઘણું સરળ બનાવ્યું છે. આ હોવા છતાં બેંકને લગતા ઘણા કામો છે જેના માટે શાખામાં જવું જરૂરી છે. ચેક ક્લિયરન્સ, લોન, ડિમાન્ડ ડ્રાફ્ટ જેવી સેવાઓ માટે શાખાની મુલાકાત લેવી પડે છે.
આ સ્થિતિમાં જાે તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તમારે બેંક રજાઓ વિશે માહિતી રાખવી પડશે. એવું ન થવું જાેઈએ કે તમે કોઈ કામ માટે નીકળો છો અને તે દિવસે બેંક બંધ છે. આ કિસ્સામાં તમારે પાછા ફરવું પડી શકે છે. અહેવાલમાં અમે તમને બેંક રજાઓની સંપૂર્ણ યાદી પ્રદાન કરી રહ્યા છીએ. આ યાદીના આધારે તમે તમારા કાર્યને સમયસર પૂર્ણ કરી શકો છો.