સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર ઘણા સમયથી વડોદરાની બરોડા ડેરીને લઈ મામલે મંડાયા છે અને મામલો હજુ પણ મેદાને જ હોય એવું લાગે છે. કારણ કે કથિત ભ્રષ્ટાચાર મામલે આજે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે એક જબરદસ્ત સંમેલન યોજ્યું હતું. વરણામા ખાતે આવેલા ત્રિમંદિર ખાતે આ સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં સાવલી, ડેસર સહિત જિલ્લાના પશુપાલકોએ પણ હોંશે હોંશે ભાગ લીધો છે.
જો કે આજે કેતન ઈમાનદાર થોડા અલગ જ મૂડમાં જોવા મળ્યા હતા. આજે ધારાસભ્ય કેતન ઈનામદારે બરોડા ડેરીના વહીવટદારો પર આકરા પ્રહારો કર્યા હતા. કહ્યું કે કેટલાક લોકો પોતાના બાપની પેઢી હોય તેમ ડેરીને ચલાવી રહ્યા છે, ડેરીનું નિર્માણ જે હેતુથી થયું હતું તે હાલમાં એવું કામ કરતી નથી અને એવું કંઈ કામ પણ હવે થતું હોય એવું નથી લાગતું. વહીવટદારોની અનધડ નીતિને કારણે ડેરીને પણ મસમોટું નુકસાન થઈ રહ્યું છે. બરોડા ડેરીમાં 6થી 7 લાખ લીટર દૂધ આવે છે. 35 લાખ સભાસદોને પોષણક્ષમ ભાવ મળવો જ જોઈએ એમાં કઈ ના ચાલે. પશુ પાલકો સાથે અન્યાય થાય છે. મારા અવાજને કોઈ દબાવી નહીં શકે. હું છેલ્લા પ્રાણ સુધી લડીશ. મારા સાથી ધારાસભ્યો મારી સાથે છે એટલે ડરવાની જોઈ જરૂર નથી.
જો કે આટલું બોલીને ઈમાનદાર અટક્યા નહીં અને કેતન ઈનામદારે ધરણા પર બેસવાની ચિમકી આપી. તેમણે કહ્યું હતું કે, ‘મેં સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. ડેરીના સત્તાધીશો યોગ્ય જવાબ નહી આપે તો હું સોમવારથી ધરણાં પર બેસીશ એ પાક્કું છે. હું સોમવારે બપોરે 12 વાગ્યાથી ધરણા કરીશ.
મિનિટમાં ચામડી દાઝી જાય એવી ગરમી માટે તૈયાર થઈ જાઓ ગુજરાતીઓ, ફેબ્રુઆરીના અંતમાં ભયંકર ગરમીની આગાહી
બરોડા ડેરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થવાનો ઈમાનદારે આરોપ નાખ્યો છે. સાથે જ ઈમાનદારે આરોપ લગાવ્યો છે કે ડેરીના દૂધમાં પાણીની પણ ભેળસેળ થાય છે. બરોડા ડેરીમાં ટેન્ડર સહિતની પ્રક્રિયામાં લાખોનો ભ્રષ્ટાચાર થાય છે. બરોડા ડેરીના ડિરેક્ટર પોતાના સગાઓને નોકરી પર રાખે છે. 24 લાખનું ટેન્ડર 29 લાખ રૂપિયામાં આપ્યું. 29 લાખના ટેન્ડરને બે વખત રીન્યુ પણ કરાયું. ઓછા રૂપિયાનું ટેન્ડર આવે તો તેમાં ફેરફાર પણ કરાવાય છે. ડેરીના કોલ્ડ સ્ટોરેજના મેન્ટેનન્સના કામમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ નાખ્યો. ચીઝ કેટલના ટેન્ડરમાં 37 લાખના ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. જી.બી.સોલંકી સહિતના સગાઓને ખોટી રીતે નોકરી અપાઈ. વગેરે જેવા અનેક વિવાદને લઈ કેતન ઈમાનદાર મેદાને ઉતર્યા છે.