ભાસ્કર વૈદ્ય (સોમનાથ )
ભાવનગર ડિવિઝને રેલવેના મુસાફરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનમાંથી વધારાની ત્રણ અનરીઝર્વડ પેસેન્જર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે ભાવનગર ડિવિઝનમાંથી 15 જાન્યુઆરીથી ત્રણ વધારાની અનરીઝર્વડ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. જેની સંપૂર્ણ માહિતી તેમજ વિશેષ ટ્રેનોની વિગતો પ્રમાણે છે.
ટ્રેન નં. 09581/09582 બોટાદ-ભાવનગર-બોટાદ દૈનિક અનરીઝર્વડ સ્પેશિયલ. ટ્રેન નં. 09581 બોટાદ – ભાવનગર દૈનિક અનરીઝર્વડ સ્પેશિયલ બોટાદથી દરરોજ 07.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 09.05 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 16 જાન્યુઆરી, 2022થી આગળની સૂચના સુધી ચાલશે.
ટ્રેન નં. 09582 ભાવનગર – બોટાદ દૈનિક અનરીઝર્વડ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી દરરોજ 19.05 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21.20 કલાકે બોટાદ પહોંચશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં લાઠીદડ, નિંગાળા, અલમપર, ઉજલવાવ, ધોળા, સણોસરા, બજુદ, સોનગઢ, સિહોર, ખોડિયાર મંદિર, વરતેજ અને ભાવનગર પરા સ્ટેશનોં પર ઉભી રહેશે.
ટ્રેન નં. 09583/09584 ધોળા-મહુવા-ધોલા દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન નં. 09583 ધોળા – મહુવા દૈનિક અનરીઝર્વડ સ્પેશિયલ દરરોજ 17.40 કલાકે ધોલાથી ઉપડશે અને તે જ દિવસે 21.30 કલાકે મહુવા પહોંચશે. આ ટ્રેન 15 જાન્યુઆરી, 2022 થી આગળની સૂચના સુધી ચાલશે.
ટ્રેન નં. 09584 મહુવા – ધોલા દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ દરરોજ 07.50 કલાકે મહુવાથી ઉપડશે અને તે જ દિવસે 11.45 કલાકે ધોલા પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં મુસાફરી દરમિયાન ઇંગોરાળા, જાળીયા, ઢસા, દામનગર, પાંચતલાવડા રોડ, હાથીગઢ, લીલીયા મોટા, ભેંસૌડી, જીરા રોડ, સાવરકુંડલા, બઢડા, ગધાકડા, મેરિયાણા, વિજપડી રોડ, વાવેરા, રાજુલા, ડુંગર, સાજણવાવ રોડ, અમૃતવેલ અને મોટા જાદરા સ્ટેશને રોકાશે.
ટ્રેન નં. 09359/09360 બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ દૈનિક અનરિઝર્વ્ડ ડેમુ સ્પેશિયલ ટ્રેન નં. 09359 બોટાદ – ધ્રાંગધ્રા દૈનિક અનરિઝર્વ્ડ ડેમુ સ્પેશિયલ બોટાદથી દરરોજ 17.45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 20.35 કલાકે ધ્રાંગધ્રા પહોંચશે. આ ટ્રેન 16 જાન્યુઆરી, 2022 થી આગળની સૂચના સુધી ચાલશે. તેવી જ રીતે ટ્રેન નં. 09360 ધ્રાંગધ્રા – બોટાદ દૈનિક અનરિઝર્વ્ડ ડેમુ સ્પેશિયલ ધ્રાંગધ્રાથી 20.45 કલાકે ઉપડશે અને તે જ રાત્રે 00.15 કલાકે બોટાદ પહોંચશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં કુંડલી, રાણપુર, ચુડા, લીંબડી, વઢવાણ સિટી, જોરાવરનગર, સુરેન્દ્રનગર ગેટ અને સુરેન્દ્રનગર સ્ટેશનો પર રોકાશે.