Breaking: ગુજરાતના યુવાનો માટે સૌથી મોટા સમાચાર, સરકારી ભરતીમાં મોટો ફેરફાર, ક્લાસ-3ની પરીક્ષા હવે બે ગૃપમાં….

Lok Patrika Desk
By Lok Patrika Desk
exam
Share this Article

રાજ્યમાં સરકારી ભરતીની પરીક્ષાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાં મુજબ હવે વર્ગ-3ની પરીક્ષાઓમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ હવે પછી વર્ગ-3ની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં નહીં આવે. આ સાથે ભરતી માટે દ્વિસ્તરીય પરીક્ષાનું માળખું જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં સરકારી ભરતીની પરીક્ષાને લઈ સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મોટો નિર્ણય લાવામાં આવ્યો છે. જે ઉપરાંત વર્ગ-3ની મુખ્ય પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવશે. જેમાં પ્રિમિલનરી અને મુખ્ય એમ બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. તેમજ પ્રિમિલનરી પરીક્ષામાં પાસ ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે.

exam

4 કેડરની પરીક્ષા સંયુક્ત રીતે લેવામાં આવશે

આ પણ વાંચો

Phone Blast: બેટરી ખરાબ હોય તો સરખી કરી લેજો, 70 વર્ષના દાદા બેઠા હતા અને અચાનક જ ફોન ફાટ્યો

Modi Cabinet: 2024 પહેલાં મોદી સરકારના મંત્રીમંડળમાં હવે કોઈ જ ફેરફાર નહીં થાય, આ રહ્યાં નક્કર પુરાવા

Dhirendra Shastri ને 2 કરોડના હીરા આપવાની ચેલેન્જ ફેંકનાર સુરતના ઉદ્યોગપતિ સાથે વાતચીત, બાબા કારનામું કરી શકશે કે કેમ?

સિનિયર ક્લાર્ક, જૂનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને હેડ ક્લાર્કની પરીક્ષા માટે નિયમ બદલવામાં આવ્યા છે. આ તરફ હવે ચારેય કેડરની પરીક્ષા સંયુક્ત રીતે લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હવે ફાઈનલ મેરિટના આધારે ઉમેદવારોની નિમણૂક થશે. આ સમગ્ર મામલે ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.


Share this Article
TAGGED: , ,