Gujarat news: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડાન સચિવ એન.જી વ્યાસ દ્વારા જાહેર કરવામાં આવેલ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે. ધોરણ 10 (SSC), ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ- 2024ની પરીક્ષા તારીખ 11/03/2024થી તારીખ 26/03/2023 દરમિયાન લેવામાં આવશે. પરંતુ હવે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવામાં આવનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રના પરીરૂપ તૈયાર કરવા માટે 150 જેટલા શિક્ષકોની ટીમને કામે લગાડવામાં આવી છે. પરીક્ષાને આડે ગણતરીના પાંચ મહિના બાકી છે ત્યારે વિદ્યાર્થીઓ નવા પ્રશ્નો પરિરૂપ ઉપર પ્રેક્ટિસ મળી રહે તે માટે શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા શિક્ષકો પાસે પ્રશ્ન બેંક તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
હવે સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024 માં પરીક્ષા ફોર્મ ભરવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે ધો. 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાંની પરીક્ષાનાં ફોર્મ રેગ્યુલર ફી સાથે તા. 6.11.2023 થી તા. 15.12.2023 નાં રોજ બોર્ડની વેબસાઈટ પરથી ભરી શકાશે. તેમજ ધો. 12 નાં તમામ પ્રવાહનાં એટલે કે રેગ્યુલર, રીપીટર વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ફરજીયાત ઓનલાઈન ભરવાનાં રહેશે.
નેપાળમાં જ અહીં 520 વર્ષમાં કોઈ મોટો ભૂકંપ આવ્યો જ નથી, આવશે ત્યારે બધું જ તબાહ કરી નાખશે એ નક્કી
Breaking: ઇઝરાયેલે ગાઝા સિટી પર કર્યો સૌથી ખતરનાક હુમલો, ગાઝા પટ્ટીને બે ભાગમાં ફાડી નાખી
વિગતો મળી રહી છે કે નિષ્ણાત શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં વિદ્યાર્થીઓને આપવામાં આવશે જેથી દિવાળીના વેકેશન પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ પ્રશ્ન બેંકના આધારે પરીક્ષાની તૈયારી કરી શકશે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે લેવામાં આવતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં થોડા માર્ક માટે નાપાસ થતા વિદ્યાર્થીઓ પાસ થઈ શકે તે માટે બોર્ડની પરીક્ષાનું માળખું સરળ કરવામાં આવ્યું છે. જેમાં બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા વર્ણનાત્મક પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નોનું વેઇટેજ 20 ટકા વધારે કરીને 30 ટકા કરવામાં આવ્યું છે.