ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેચ 31મી માર્ચથી શરૂ થવા જઇ રહી છે. આ વખતે અમદાવાદમાં IPLની સાત મેચ રમાવાની છે. અમદાવાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 7 મેચ રમાશે.31મી માર્ચથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂ થવાની છે. આ વખતે IPLની 7 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાતે રમાશે. ત્યારે આ મેચ દરમિયાન સ્ટેડિયમ વાળા રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા ના સર્જાય તે માટે અમદાવાદની પોલીસ એલર્ટ થઇ છે.
31મી માર્ચના રોજ મેચના દિવસે જનપથ ટી થી મોટેરા સુધીનો રસ્તો બપોરે 2 વાગ્યાથી લઇને રાત્રિના 12 વાગ્યા સુધી બંધ રહેશે. ટ્રાફિક જામની સમસ્યા ના સર્જાય એટલા માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરાઇ છે. જેમાં જનપથ ટી થી વિસ્તથી ઓ.એન.જી.સી સર્કલ થી તપોવન સર્કલ અવર જવર કરી શકશે.
31મી માર્ચને શુક્રવારના રોજ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મેચ રાત્રે 7.30થી શરૂ થશે. રાત્રી દરમિયાન દર્શકોને ઘરે પાર્ટ જવા માટે સુવિધા મળી રહે તે માટે મેટ્રો ટ્રેનનો સમય વધારી દેવામાં આવ્યો છે. મેટ્રો ટ્રેન સેવા રાત્રે 1.30 વાગ્યા સુધી રહેશે. પ્રથમ મેચ માટે લોકોના સ્ટેડિયમમાં પ્રવેશ માટે બપોરે 3 કલાકે ગેટ ખુલ્લો મૂકાશે.
મેચ જોવા માટે આવનાર ક્રિકેટ ફેન્સ પાર્કિંગની અગવડતા ના પડે તે માટે 20 જેટલા પે પાર્કિંગની વ્યવસ્થા કરાઇ છે. આ મેચ દરમિયાન 3000 જેટલા પોલીસનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ખાસ અપીલ કરાઇ છે કે પ્રતિબંધિત રૂટમાં પાર્કિંગ કરવામાં ના આવે.